‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ ફેમ કોમેડિયન દેવરાજ પટેલનું માર્ગ અકસ્માતમાં મોત

છત્તીસગઢ: ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ ફેમ છત્તીસગઢના કોમેડિયન અને પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું (Devraj Patel) માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. દેવરાજ પટેલ ઈન્સ્ટાગ્રામ…

gujarattak
follow google news

છત્તીસગઢ: ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ ફેમ છત્તીસગઢના કોમેડિયન અને પ્રખ્યાત યુટ્યુબર દેવરાજ પટેલનું (Devraj Patel) માર્ગ અકસ્માતમાં નિધન થયું છે. દેવરાજ પટેલ ઈન્સ્ટાગ્રામ પર તેના ‘દિલ સે બૂરા લગતા હૈ ભાઈ’ ડાયલોગ માટે પ્રખ્યાત થયો હતો. તેણે પ્રખ્યાત યુટ્યુબર ભુવન બામ સાથે પણ કામ કર્યું છે. છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે પણ દેવરાજ પટેલના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે.

કેવી રીતે થયો અકસ્માત?
મીડિયા રિપોર્ટ્સ અનુસાર દેવરાજ પટેલનું રોડ અકસ્માતમાં મોત થયું હતું. મળતી માહિતી મુજબ, દેવરાજ એક કોમેડી વીડિયો શૂટ કરવા જઈ રહ્યો હતો, જ્યાં તેની ટ્રક સાથે ટક્કર થઈ.

મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ટ્વીટ કર્યું કે, ‘દિલ સે બુરા લગતા હૈ’ દ્વારા કરોડો લોકો વચ્ચે પોતાની જગ્યા બનાવનાર દેવરાજ પટેલ આજે આપણને છોડીને ચાલ્યા ગયા. આટલી નાની ઉંમરે અદભૂત પ્રતિભા ગુમાવવી એ ખૂબ જ દુઃખદ છે. ભગવાન તેમના પરિવાર અને પ્રિયજનોને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે. ઓમ શાંતિ.

ભૂપેશ બઘેલે દેવરાજ પટેલ સાથેનો પોતાનો એક વીડિયો પણ શેર કર્યો છે, જેમાં દેવરાજ મજાક કરતા જોવા મળે છે અને મુખ્યમંત્રીની સાથે તેની કોમેડીથી અન્યોને હસાવતા જોવા મળે છે. આ વીડિયોની કોમેન્ટ્સમાં દેવરાજ પટેલના ફેન્સ તેમનો ફેમસ ડાયલોગ ‘દિલ સે બુરા લગતા હૈ ભાઈ’ લખીને તેમના નિધન પર શોક વ્યક્ત કરી રહ્યા છે. દેવરાજે તેમના મૃત્યુના કલાકો પહેલા સોમવારે બપોરે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ શેર કરી હતી.

    follow whatsapp