રાજસ્થાનમાં ફરી ઉઠ્યો કન્હૈયા લાલની હત્યાનો મુદ્દો, CM યોગીએ કહ્યું- તમે જાણો છો કે આ ઘટના યુપીમાં બની હોત તો શું થાત

Rajasthan Election 2023: આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. બુધવારે ઉત્તર પ્રદેશના…

gujarattak
follow google news

Rajasthan Election 2023: આગામી દિવસોમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે રાજસ્થાનમાં ચૂંટણી પ્રચારે જોર પકડ્યું છે. બુધવારે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અલવર જિલ્લાની તિજારા બેઠક પર ચૂંટણી રેલીને સંબોધિત કરી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે સ્ટેજ સંભાળતાની સાથે જ રાજસ્થાનની અશોક ગેહલોત સરકાર પર નિશાન સાધ્યું. તેમણે ઉદયપુરના કન્હૈયા લાલ હત્યાકાંડનો મુદ્દો પણ ઉઠાવ્યો અને સવાલો ઉઠાવ્યા. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, તમે જાણો છો કે કન્હૈયા લાલની હત્યા કેવી રીતે થઈ. તમે એ પણ જાણો છો કે આ ઘટના જો યુપીમાં બની હોત તો શું થાત?

કોંગ્રેસે જ દેશને કાશ્મીરની સમસ્યા આપીઃ CM યોગી

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજસ્થાનનો પોતાનો ગૌરવશાળી ઈતિહાસ છે. પરંતુ કોંગ્રેસના લોકો કલંકિત કરવામાં કોઈ કસર છોડી રહ્યા નથી. કોંગ્રેસે જ દેશને કાશ્મીરની સમસ્યા આપી હતી. પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે કલમ 370ની સમસ્યાનું સમાધાન કરીને આતંકવાદના તાબૂત પર અંતિમ ખીલી પણ લગાવી દીધી છે. હવે આતંકવાદ કાયમ માટે ખતમ થઈ જશે. સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનો સંકલ્‍પ લીધો હતો, પરંતુ કોંગ્રેસે અયોધ્યામાં રામ મંદિરનો વિવાદ ઉકેલવા માંગતી ન હતી. મોદીજી અને યોગીજી આવ્યા અને સમાધાન થઈ ગયું.

‘અમે 2.75 કરોડને શૌચાલય, 55 લાખને આપ્યા ઘર’

મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કહ્યું કે, જે તમામ સમસ્યાનું સમાધાન કરી નાખે, એ જ ડબલ એન્જિનની સરકાર છે. જ્યાં પણ ભાજપની ડબલ એન્જિનની સરકાર છે, ત્યાં પણ તેને અસરકારક રીતે લાગુ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. અશોક ગેહલોતજી જણાવે કે યુપીમાં ભાજપની ડબલ એન્જિનની સરકાર છે, અમે 2.75 કરોડ ગરીબોને શૌચાલય આપ્યા છે અને 55 લાખ ગરીબ પરિવારોને ઘર આપ્યા છે. 1 કરોડ 75 લાખ લોકોને ઉજ્જવલા યોજનાના ફ્રીમાં કનેક્શન આપવામાં આવ્યા છે. ઉત્તર પ્રદેશમાં 10 કરોડ લોકોને સ્વાસ્થ્ય વીમા કવર આપવામાં આવ્યું છે.

ક્યાં સુધી રાજસ્થાનમાં ચાલશે તુષ્ટિકરણનો ખેલઃ સીએમ યોગી

સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે, રાજસ્થાનમાં ક્યાં સુધી તુષ્ટિકરણનો ખેલ ચાલશે. યોગી આદિત્યનાથે કહ્યું કે, તમે જાણો છો કે કન્હૈયા લાલની હત્યા કેવી રીતે થઈ હતી. તમે એ પણ જાણો છો કે આ ઘટના યુપીમાં બની હોત તો શું થાત. રાજસ્થાનને મજબૂત નેતૃત્વની જરૂર છે. તુષ્ટીકરણ ખતમ થવું જોઈએ. શા માટે તુષ્ટીકરણ ચાલુ છે? કન્હૈયા લાલના પરિવારને 5 લાખ રૂપિયા અને ગૌ તસ્કરોને 20, 25 લાખ રૂપિયા કેમ આપવામાં આવ્યા?

‘તાલિબાનની માનસિકતાને ખતમ કરવાની છે’

તેમણે કહ્યું કે, યુપીમાં મહિલાઓ સુરક્ષિત અનુભવે છે. મહિલાઓની છેડતીના બનાવો બનતા નથી. જો આવું થાય છે તો બુલડોઝર પોતાનું કામ કરે છે. જાન્યુઆરીમાં અયોધ્યામાં રામ મંદિરની સાથે રાષ્ટ્રવાદ સામે આવશે. પીએમ મોદીએ કેન્દ્રમાં મજબૂત નેતૃત્વ પૂરું પાડ્યું છે. તાલિબાનની માનસિકતાને ખતમ કરવાની છે, રાષ્ટ્રવાદને જીતવાનું છે.

 

 

    follow whatsapp