મધ્ય પ્રદેશ: મધ્યપ્રદેશની શિવરાજ સરકાર સીધી પેશાબ કાંડ કેસમાં ડેમેજ કંટ્રોલ કરવામાં વ્યસ્ત છે. ગુરુવારે, મુખ્યમંત્રી શિવરાજ સિંહ પીડિત આદિવાસી દશમત રાવતને મુખ્યમંત્રીના નિવાસસ્થાને મળ્યા હતા. તેને ભોપાલ બોલાવવામાં આવ્યો. અહીં શિવરાજ ચૌહાણે તેમના પગ ધોયા, તિલક કર્યું અને શાલ ઓઢાડીને તેનું સન્માન કર્યું હતું. સીએમ શિવરાજ ચૌહાણે પીડિત યુવકને ગણપતિ દાદાની પ્રતિમા પણ અર્પણ કરી છે. શ્રીફળ અને કપડાં પણ આપવામાં આવ્યા છે. મધ્ય પ્રદેશમાં આ વર્ષે જ ચૂંટણી યોજાવાની છે, એવામાં આદિવાસી સમાજની નારાજગી ભાજપ માટે ભારે પડી શકે છે. ત્યારે ખૂબ હવે મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે ડેમેજ કન્ટ્રોલ માટે મેદાનમાં આવવું પડ્યું છે.
ADVERTISEMENT
પેશાબકાંડમાં ભાજપ સરકાર મુશ્કેલીમાં
તમને જણાવી દઈએ કે સીધી પેશાબકાંડ મામલામાં ભાજપ સરકાર મુશ્કેલીમાં છે. કોંગ્રેસ સતત આદિવાસી સમુદાયનું અપમાન કરવાનો આરોપ લગાવી રહી છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પણ શિવરાજ સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં આદિવાસી ભાઈ-બહેનો પર અત્યાચાર વધી રહ્યા છે. મધ્યપ્રદેશમાં ભાજપના એક નેતાના અમાનવીય ગુનાએ સમગ્ર માનવતાને શરમમાં મૂકી દીધી છે. આ છે આદિવાસીઓ અને દલિતો પ્રત્યે ભાજપની નફરતનો ઘૃણાસ્પદ ચહેરો અને વાસ્તવિક ચરિત્ર.
સિધી જિલ્લામાં શું થયું?
મધ્યપ્રદેશના સીધી જિલ્લામાં એક યુવક દ્વારા આદિવાસી પર પેશાબ કરવાનો મામલો સામે આવ્યો હતો. તેનો વીડિયો પણ સામે આવ્યો હતો. આરોપી પ્રવેશ શુક્લા સામે કાર્યવાહી કરવામાં આવી છે. સીએમ શિવરાજ સિંહ ચૌહાણે કહ્યું હતું કે આરોપીઓ પર NSA લગાવવામાં આવશે. આવી ઘટનાઓને સાંખી લેવામાં આવશે નહીં. આરોપીના ઘરે બુલડોઝરની કાર્યવાહી કરવામાં આવી હતી. બુધવારે તેની ધરપકડ કરવામાં આવી છે.
તપાસમાં સામે આવ્યું હતું કે પેશાબ કરનાર યુવક ભાજપનો નેતા છે. પેશાબ કરનાર યુવક ભાજપના ધારાસભ્ય કેદાર શુક્લાના પ્રતિનિધિ પ્રવેશ શુક્લા હોવાનું કહેવાય છે. જો કે, ભાજપના ધારાસભ્યએ પોતે પ્રવેશ શુક્લાથી દૂરી બનાવી લીધી હતી. કેદાર શુક્લાએ કહ્યું કે, પ્રવેશ તેમનો પ્રતિનિધિ નથી. લગભગ એક અઠવાડિયા પહેલાનો આ વીડિયો સામે આવ્યા બાદ કેસ નોંધવામાં આવ્યો હતો. NSAની કલમ 294, 506 ભારતીય દંડ સંહિતા, 71 SC ST એક્ટ હેઠળ પણ આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે.
રાષ્ટ્રીય સુરક્ષા કાયદો શું છે?
રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (NSA) અથવા રાષ્ટ્રીય સુરક્ષા અધિનિયમ (રાસુકા) એક એવો કાયદો છે, જેના હેઠળ કોઈ ચોક્કસ ધમકીને કારણે વ્યક્તિને અટકાયતમાં લઈ શકાય છે. જો પ્રશાસનને લાગે છે કે તે વ્યક્તિના કારણે દેશની સુરક્ષા અને સૌહાર્દને ખતરો છે, તો આવું થાય તે પહેલા તે વ્યક્તિને રાસુકા હેઠળ કસ્ટડીમાં લેવામાં આવે છે.
ADVERTISEMENT