- કોઇ પણ નેતા ઉજ્જૈનમાં રાત્રી રોકાણ ટાળે છે
- મોહન યાદવ પોતે જ ઉજ્જૈનના પશ્ચિમના ધારાસભ્ય છે
- કોંગ્રેસે અગાઉ પણ યાદવના CM પદ પર ઉઠાવ્યા છે સવાલ
ઉજ્જૈન: મુખ્યમંત્રી મોહન યાદવે તે મિથકને તોડી દીધું, જેમાં દાવો કરવામાં આવતો હતો કે, કોઇ રાજા રાત્રે ઉજ્જૈનમાં રોકાઇ શકતો નથી. મોહન યાદવ રાત ઉજ્જૈનમાં વિતાવી હતી. ત્યાર બાદ એક સભાને સંબોધિત કરતા કહ્યું ક, અમે બાબા મહાકાલના બાળકો છીએ. બાબા મહાકાલ તો સમગ્ર બ્રહ્માંડના રાજા છે.
ADVERTISEMENT
આજ સુધી મધ્યપ્રદેશના કોઇ CM અહીં રોકાયા નથી
મધ્યપ્રદેશના ઉજ્જેનમાં વર્ષોથી એક મિથક હતું કે કોઇ પણ રાજા અહીં રાત્રે રોકાઇ શકતો નથી. આ કારણે દેશના કોઇ પણ રાજનતા અહીં રાત્રી રોકાણ કરવાનું ટાળતા હતા. તેની પાછળ તર્ક આપવામાં આવતો હતો કે, અહીંના રાજા મહાકાળ છે. આ વખતે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવે આ મિથકને તોડી દીધું. તેઓ રાત્રે રોકાયા હતા. તેમણે કહ્યું કે, હું ભગવાન મહાકાલનો પુત્ર છું, હું અહીં રોકાઇ શકું છું.
मप्र के नवघोषित मुख्यमंत्री @DrMohanYadav51 जी को बधाई, शुभकामनाएं….!!
— KK Mishra (@KKMishraINC) December 11, 2023
*क्या कोई सनातनी यह बताएगा कि बाबा महाकाल की नगरी उज्जैन में अब दो राजा कैसे रहेंगे*…..?
સિંધિયા દ્વારા ઇરાદા પુર્વક અફવા ફેલાવાઇ હતી
મુખ્યમંત્રી મોહન યાદવે રાત્રી રોકાણ નહી કરવા પાછળનું એક કારણ જણાવ્યું કે, સિંધિયા મહારાજને એક રણનીતિ હેઠળ પોતાની રાજધાનીને ગ્વાલિયર લઇ જવાની હતી, કોઇ આક્રમણ ન થાય તેટલા માટે આ લોકવાયકા પ્રચલિત કરવામાં આવી. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કહ્યું કે, રાજા મહાકાલ તો સમગ્ર બ્રહ્માંડના મહારાજા છે.
મહાકાલ ઇચ્છે તો વિશ્વના કોઇ પણ ખુણે મારુ અહીત કરી શકે
મુખ્યમંત્રીએ કહ્યું કે, જો તેઓને નુકસાન જ કરવું હશે તો મધ્યપ્રદેશના કોઇ પણ ખુણે હું જતો રહું કરી શકે છે. નગર નિગમ સીમા સાથે શું લેવા દેવા છે. ભગવાન મહાકાલ માત્ર કોર્પોરેશનની સીમાના રાજા થોડા છે, સમગ્ર બ્રહ્માંડના રાજા છે. ભગવાન મહાકાલની ઇચ્છા હતી તો હું મુખ્યમંત્રી બનાવ્યો અને કહ્યું કે, તારે આ માન્યતા તોડવાની છે. મુખ્યમંત્રી મોહન યાદવ સભા કરતા કહ્યું કે આ ઉદાહરણ છે.
રાત્રે રોકાવા અંગ શું માન્યતા હતી?
માન્યતા છે કે, ઉજ્જૈનના રાજા ભગવાન મહાકાલેશ્વર એટલે કે બાબા મહાકાલ છે. તેમનાથી મોટો કોઇ શાસક નથી. માન્યતા રહી છે કે, રાત્રે ઉજ્જૈનમાં કોઇ પણ રાજનેતા રોકાતા નથી. તેની પાછળનો તર્ક છે કે, એક શહેરમાં બે રાજા ન રોકાઇ શકે. જો કોઇ પણ રાજા મંત્રી કે નેતા રાત્રે અહીં રોકાય છે તો તેની કિંમત તેણે ચુકવવી પડે છે. તેનું પદ પણ જઇ શકે છે અથવા તો તેનું મોત પણ થઇ શકે છે.
ADVERTISEMENT