મોદી સરકાર મેડિકલ સ્ટુડન્ટ્સ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. GUJARAT TAK બેઠકમાં ઈન્ડિયા ટૂડે ગ્રુપની ગુજરાતી ન્યૂઝ વેબસાઈટ gujarattak.inનું લોન્ચિંગ કર્યા પછી ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે આ અંગે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું છે કે નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ ગુજરાત સહિત દેશમાં મેડિકલ કોલેજોમાં સીટો વધારવામાં આવશે. આની સાથે ગુજરાતમાં અન્ય વધુ 5 મેડિકલ કોલેજો ખોલવા અંગે પણ ભુપેન્દ્ર પટેલે જાહેરાત કરી હતી. ઉલ્લેખનીય છે કે મોદી સરકાર મેડિકલ સ્ટુડન્ટ્સ માટે મહત્ત્વપૂર્ણ નિર્ણય લઈ શકે છે. 16 રાજ્યોની અંદર મેડિકલ સીટ વધીને 3495 થાય એવી સંભાવના જણાઈ રહી છે. જેમાં 700 સીટો રાજસ્થાનમાં અને 600 સીટો મધ્યપ્રદેશમાં વધી શકે છે.
ADVERTISEMENT
ગુજરાતમાં 270 સીટો વધી શકે છે
અત્યારે દેશમાં સરકારી મેડિકલ કોલેજમાં 48012 સીટો અને પ્રાઈવેટ મેડિકલ કોલેજોમાં 43915 એટલે કે કુલ મળીને 91927 સીટો છે. જેમાં સૌથી વધારે 10725 સીટો તમિલનાડુમાં છે, જ્યારે 10145 સીટ સાથે કર્ણાટક બીજા નંબર પર છે.
શિક્ષણ ક્ષેત્રે ગુજરાતમાં વિકાસ – CM ભુપેન્દ્ર પટેલે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શિક્ષણ જગત અંગે જણાવ્યું હતું કે પહેલાં ગુજરાત રાજ્યમાં 37 ટકા ડ્રોપ આઉટ રેટ હતો, જે અત્યારે ઘટીને 3 ટકાએ પહોંચી ગયો છે. આના કારણે ગુજરાતમાં તમામ શિક્ષણ ક્ષેત્રે વિકાસ થયો હોવાની વાત મુખ્યમંત્રીએ કરી હતી.
ADVERTISEMENT