Sikkim Floods: સિક્કિમમાં વાદળ ફાટવાથી પૂર આવ્યું. જણાવવામાં આવી રહ્યું છે કે ઉત્તર સિક્કિમના લ્હોનક તળાવ પર અચાનક વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીનું જળસ્તર વધી ગયું અને ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. જેના કારણે અનેક સૈન્ય સંસ્થાઓને પણ અસર થઈ છે. સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે. આ જવાનોની શોધમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અચાનક પાણીનું સ્તર 15-20 ફૂટ વધી ગયું
જણાવવામાં આવી રહ્યું છે કે, પૂર બાદ ચુંગથાંગ ડેમમાંથી પાણી છોડવાને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણીનું સ્તર અચાનક 15-20 ફૂટની ઉંચાઈ સુધી વધી ગયું હતું. જેના કારણે સિંગતમ પાસેના બરડાંગ ખાતે પાર્ક કરાયેલા સેનાના વાહનો ડૂબી ગયા હતા. આ સિવાય સેનાના 23 જવાનો પણ ગુમ થયાના સમાચાર છે.
પ્રશાસને નીચાણવાળા વિસ્તારો ખાલી કરાવવાનું શરૂ કર્યું
સિક્કિમમાં તિસ્તા નદીનું જળસ્તર વધવાને કારણે હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. તિસ્તા નદીમાં પૂરના કારણે સિક્કિમમાં સિંગથમ ફૂટબ્રિજ પણ તણાઈ ગયો હતો. જલપાઈગુડી પ્રશાસને તિસ્તા નદીના નીચેના વિસ્તારોને ખાલી કરાવવાનું શરૂ કરી દીધું છે. દરેકને એલર્ટ રહેવા અને નદી કિનારે મુસાફરી કરવાનું ટાળવાની સલાહ આપવામાં આવી છે.
ADVERTISEMENT