સંભાજીનગર: મહારાષ્ટ્રના સંભાજીનગરના કિરાડપુરામાં બે સમુદાયો વચ્ચે જબરદસ્ત હિંસા થઈ છે. કિરાડપુરા સ્થિત રામ મંદિરની બહાર બપોરે 12.30 કલાકે બે યુવકો વચ્ચે નાની અથડામણ થઈ હતી. આ પછી કેટલાક લોકો મોટી સંખ્યામાં એકઠા થયા હતા. આ પછી પથ્થરમારો શરૂ થયો. બદમાશોએ અનેક વાહનોને આગ ચાંપી દીધી હતી. બદમાશોએ પોલીસના વાહનોને પણ આગ ચાંપી દીધી હતી. આ સિવાય બોમ્બ વિસ્ફોટની ઘટના પણ સામે આવી છે.
ADVERTISEMENT
હાલ પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવી છે અને સમગ્ર શહેરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પોલીસે કિરાડપુરા વિસ્તારમાં ટીયર ગેસના શેલ પણ છોડ્યા છે. વાહનોમાં લાગેલી આગને કાબૂમાં લેવા માટે ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.
રાત્રે મંદિરની બહાર હિંસા શરૂ થઈ
પોલીસના જણાવ્યા અનુસાર આ મામલો રાત્રે સાડા બાર વાગ્યાનો છે. કહેવામાં આવી રહ્યું છે કે સંભાજીનગરમાં મંદિરની બહાર હિંસા શરૂ થઈ હતી. આ જોઈને બંને પક્ષના લોકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા અને એકબીજા પર હુમલો કરવા લાગ્યા. કારોને ફૂંકી મારવામાં આવી હતી. આ દરમિયાન પથ્થરમારો થયો હતો અને બોમ્બ પણ ફેંકવામાં આવ્યા હતા. ઘટનાની માહિતી મળતા જ પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિને કાબૂમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. વિસ્તારમાં હજુ પણ તણાવ છે. સ્થિતિને જોતા મોટી સંખ્યામાં સુરક્ષા દળો તૈનાત કરવામાં આવ્યા છે.
મુસ્લિમ ધર્મગુરુઓ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી
હિંસાની ઘટના બાદ કેટલાક મુસ્લિમ ધર્મગુરુઓ આગચંપી સ્થળ પર પહોંચ્યા હતા. તેમણે લોકોને શાંતિ જાળવવાની અપીલ કરી હતી. આ દરમિયાન સ્થાનિક સાંસદ ઈમ્તિયાઝ જલીલ પોતે ઔરંગાબાદના કિરાડપુરા રામ મંદિર પહોંચ્યા અને કહ્યું કે રામ મંદિરમાં કોઈ મામલો બન્યો નથી. જે પણ ઘટના બની છે તે રામ મંદિરની બહાર જ બની છે. સંભાજીનગર પોલીસ અધિકારીનું કહેવું છે કે, બે યુવકો વચ્ચેની ઘટના મોટા ઝઘડામાં ફેરવાઈ ગઈ. આ પછી પથ્થરમારો શરૂ થયો અને પોલીસ સહિત અનેક વાહનોને આગ ચાંપી દેવામાં આવી.
પોલીસે બળપ્રયોગ કરીને બધાને હટાવી દીધા છે અને અત્યારે શાંતિ છે. પોલીસે તમામ લોકોને શાંતિ જાળવવા અપીલ કરી છે.આજે સવારની તસવીરો સંભાજીનગરમાંથી સામે આવી છે. જેમાં પોલીસકર્મીઓ હિંસા સ્થળની સફાઈ કરતા જોવા મળે છે. હાલમાં શહેરમાં શાંતિ છે પરંતુ રસ્તા પર બહુ ઓછા લોકોની અવરજવર જોવા મળી રહી છે.
ઔરંગાબાદનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરવામાં આવ્યું હતું
જણાવી દઈએ કે મહારાષ્ટ્રની પૂર્વ ઉદ્ધવ ઠાકરે સરકારે ઔરંગાબાદ શહેરનું નામ બદલીને છત્રપતિ સંભાજીનગર કરી દીધું હતું. આ અંગે ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે-દેવેન્દ્ર ફડણવીસ જૂથ વચ્ચે ક્રેડિટ વોર પણ ચાલી હતી. AIMIM સાંસદ ઇમ્તિયાઝ જલીલે શહેરના નામ બદલવાનો વિરોધ કર્યો હતો.
ADVERTISEMENT