ચીની કંપનીઓ પર ભારત સરકારની સીધી નજર રહે છે. આ જ કારણ છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં સરકારે ઘણી ચાઈનીઝ એપ્સ પર પ્રતિબંધ લગાવ્યો છે. પરંતુ હજુ પણ કેટલીક એવી એપ્સ છે, જે ભારતમાં એકદમ એક્ટિવ છે. આમાંથી એક એપ ‘BabyBus’ પણ છે. હવે એક્સપર્ટે આના પર સવાલો ઉભા કર્યા છે. તેમનું કહેવું છે કે આ એપ પાસે ભારતીયોનો ડેટા છે, જે પહેલા 8 વર્ષ સુધીના બાળકો માટે ડિજિટલ કન્ટેન્ટ પ્રોવાઈડ કરાવતી હતી. આ કંપનીની 200થી વધારે ગેમિંગ એપ્સ છે.
ADVERTISEMENT
ભારતમાં ખૂબ જ લોકપ્રિય છે આ ગેમિંગ એપ્સ
ઈન્ટેલિજન્સ ફર્મ સેન્સર ટાવરના રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ‘BabyBusની ગેમિંગ એપ્સ ભારત અને ઈન્ડોનેશિયામાં ખૂબ જ લોકપ્રિય છે. Q3 2023 ગેમિંગ એપ ડાઉનલોડ્સનો 60% હિસ્સો આ એપ્સ જ ધરાવે છે. બીજી તરફ, પ્રાઈવસી રિસર્ચ ફર્મ ઈન્કોગ્ની (Incogni)એ જણાવ્યું કે, ‘ટોપ 11માંથી 3 ‘Data Hungry’ એપ્સ જે બાળકોને ટાર્ગેટ કરે છે તે BabyBusની જ છે.’
ગૂગલ પ્લે સ્ટોર પર હાજર છે આ એપ્સ
હવે વાત કરીએ કે આખરે કઈ એપ્સ આ કંપનીની છે તો તેમાં સૌથી ઉપર બેબી પાન્ડા વર્લ્ડ: કિડ્સ ગેમ્સ ( 100 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ), બેબીબસ કિડ્સ: વીડિયો એન્ડ ગેમ વર્લ્ડ (10 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ) અને બેબી પાન્ડા કિડ્સ પ્લે (10 મિલિયન ડાઉનલોડ્સ) આવે છે. આ તમામ એપ્સ ભારતમાં ગૂગલ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે.
પર્સનલ માહિતી એકઠી કરે છે આ એપ
Incogniના પ્રવક્તાએ જણાવ્યું કે, ભારતમાં બાળકો માટેની ટોપ 10 એપ્સમાં ચાર બેબીબસ (BabyBus) એપ્સ જ છે. જેમાં લિટલ પાંડાઃ પ્રિન્સેસ મેકઅપ (ચોથા નંબરે), લિટલ પાન્ડા આઈસ્ક્રીમ ગેમ (પાંચમા નંબરે), લિટલ પાન્ડા: સ્વીટ બેકરી (સાતમા નંબરે) અને બેબી પાન્ડા સ્કૂલ બસ (નવમા નંબરે)નો સમાવેશ થાય છે. ETએ પણ આ અંગે એક રિસર્ચ કર્યું તો જાણવા મળ્યું કે આ એપ્સ ડિવાઈસ અને અન્ય આઈડી, એપની જાણકારી અને પરફોર્મન્સ, એપ ઈન્ટરેક્શન અને ઈસ્ટોલ્ડ એપ્સ, ફાઈનાન્શિયલ ઈન્ફોર્મેશન, પર્ચેઝ હિસ્ટ્રી સુધીની પર્સનલ જાણકારી એકઠી કરે છે.
ADVERTISEMENT