નવી દિલ્હી : S.Jaishankar Statement on China New Map: ભારતે ચીન દ્વારા બહાર પાડવામાં આવેલા નવા નક્શાને ફગાવી દીધા છે. જેમાં પાડોશી દેશે અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાનો હિસ્સો દર્શાવ્યો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે કહ્યું કે, ચીનને આવા નક્શાઓ બહાર પાડવાની આદક છે. ચીનને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, માત્ર બીજા દેશોના ક્ષેત્રોને પોતાના નક્શાઓમાં દેખાડવાનો કોઇ અર્થ નથી.
ADVERTISEMENT
ચીને અરુણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીનને પોતાના વિસ્તાર ગણાવ્યા
ચીને અરૂણાચલ પ્રદેશ અને અક્સાઇ ચીન જે ચીન દક્ષિણ તિબેટ કહે છે, એકવાર ફરીથી માલિકીનો દાવો કર્યો છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે એક ખાનગી ચેનલને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું કે, ચીન તેમના ક્ષેત્રની સાથે નક્શો બહા પાડ્યો છે જે તેને નથી. આ તેમની જુની આદત છે. માત્ર ભારતના કેટલાક હિસ્સા સાથે પોતાનો નક્શો બહાર પાડવાથી કંઇ પણ નહી બદલે. અમારી સરકાર આ અંગે ખુબ જ સ્પષ્ટ છ કે, આ અમારા જ ક્ષેત્ર છે અને રહેશે. આ પ્રકારનાં ગમે તેવા નક્શાઓ બહાર પાડવા અને દાવાઓ કરવાથી ક્ષેત્રો તેમનાં નથી થઇ જતા.
જયશંકરે કહ્યું ચીન બે તરફી વર્તન કરી રહ્યું છે
જયશંકરે વાસ્તવિક નિયંત્રણ રેખા (LAC) પર સૈનિકો પરત બોલાવવાની ચીનના નવા નક્શા સાથે છેડો ફાડ્યો છે. ગત્ત અઠવાડીયે ચીનના શી જિનપિંગ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે અનૌપચારિક વાતચીતમાં એલએસી અને ભારત-ચીન સીમા સાથે અન્ય ક્ષેત્રો પર વણઉકેલાયા મુદ્દા ઉઠ્યા હતા. પીએમ મોદીએ જિનપિંગને ભારતની ચિંતાઓથી અવગત કરાવ્યા હતા.
ચીન હજી પણ ભુતકાળમાં જીવી રહ્યું છે
ઉલ્લેખનીય છે કે, ચીને 28 ઓગસ્ટ ઇશ્યુ કરેલા પોતાના નવા નક્શામાં તાઇવાન અને દક્ષિણ ચીન સાગરના મોટા હિસ્સાને પણ પોતાનો હિસ્સો ગણાવ્યો છે. જ્યારે વિયતનામ, ફિલિપિન્સ, મલેશિયા અને બ્રુનેઇનો તેના પર સંપુર્ણ દાવો છે. એક ચીની દૈનિકના અનુસાર નકસો તે દેશના પ્રાકૃતિક સંસાધન મંત્રાલય દ્વારા સર્વેક્ષણ અને નક્શાનો પ્રચાર દિવસ અને રાષ્ટ્રીય નકશાઓ અંગે જાગૃતતા પ્રચાર સપ્તાહ દરિયાન આ નક્શો બહાર પાડ્યો હતો. ચીનના ગ્લોબલ ટાઇમ્સે નક્શાને એક્સ પર પોસ્ટ કર્યો અને કહ્યું કે, તેને ચીન અને અલગ અલગ દેશોની રાષ્ટ્રીય સીમાઓની ડ્રાઇવિંગ પદ્ધતી ના આધાર પર સંકલિત કરવામાં આવ્યા છે.
અરુણાચલમાં સ્થળોના નામ બદલવાના પ્રયાસ
એપ્રીલમાં ભારત સરકારે અરુણાચલ પ્રદેશની અંદર 11 સ્થળોના નામ બદલવાના ચીનના પ્રયાસોને ફગાવી દીધા હતા. બીજિંગે 2018 અને 2021 બાદ ત્રીજી વખત આ પ્રકારના પગલાનો પ્રયાસ કર્યો છે. આ મામલે વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ ત્યારે કહ્યું હતું, અમે એવા રિપોર્ટ જોયા છે. આ પહેલીવાર નથી જ્યારે ચીને એવા પ્રયાસ કર્યા છે. અમે આ તમામ દાવાઓને ફગાવીએ છીએ.
ADVERTISEMENT