નવી દિલ્હી : ચીનના વિદેશમંત્રી કઇ ગેંગ પાછળ અનેક દિવસોથી ગુમ છે. રિપોર્ટ્સ અનુસાર 57 વર્ષીય રાજદ્વારીઓને ત્રણ અઠવાડીયાથી જાહેર રીતે ક્યાંય પણ દેખાયા નથી. જેના કારણે ચીનમાં હાલ અટકળો જોવા મળી રહી છે. આ ઘટનાક્રમ બાદ તેમની ગર્લફ્રેંડ ફૂ જિયાઓટિયનની ચર્ચા પણ શરૂ થઇ ચુકી છે.
ADVERTISEMENT
જાણો શું છે ચીની વિદેશમંત્રીનો મામલો?
અચાનક જાહેર મંચોથી ચીનના વિદેશમંત્રી કઇ ગેંગની ગેરહાજરી સમગ્ર વિશ્વમાં ચર્ચાનો વિષય બની ચુકી છે. તેમની આખરે જાહેર હાજરી 25 જુને તેમના શ્રીલંકન સમકક્ષની સાથે એક બેઠકમાં નોંધાઇ હતી. કોઇ વિદેશ મંત્રી માટે જાહેર રીતે નજરે ન ચડે તે પોતાનામાં જ એક સવાલ છે.
બીજી તરફ અફવા ફેલાવા લાગી છે કે, પોતાના આક્રમક દ્રષ્ટિકોણ માટે ખ્યાતનામ કિન ગૈંગે ડિસેમ્બરમાં પદ સંભાળ્યા બાદ જ કમ્યુનિસ્ટ સરકારના નેતૃત્વથી નારાજ હતા. અત્યાર સુધી ચીની સરકારે પણ તેમના અંગે અનેક પ્રતિક્રિયા આપી નથી. જ્યારે ગત્ત અઠવાડીયે જ્યારે જકાર્તામાં દક્ષિણ પૂર્વ એશિયન દેશોના સંગઠનની બેઠકમાં નહી આવે તો મંત્રાલયે સ્વાસ્થય કારણોનો હવાલો ટાંક્યો હતો. ચીનના વિદેશ મંત્રાલયે હવે પૃષ્ટી કરી છે કે મંત્રી હવે એક વધારે મહત્વના સમ્મેલનમાં ભાગ નહી લે. 24-25 જુલાઇએ દક્ષિણ આફ્રિકામાં બ્રિક્સ વાર્તામાં પણ નહી ભાગ લે.
ગત્ત ડિસેમ્બરમાં વિદેશમંત્રી બન્યા હતા
ગત્ત 2021 માં અમેરિકામાં ચીનના રાજદૂત બન્યા હતા. એક સંક્ષિપ્ત કાર્યકાળ બાદ ગત્ત ડિસેમ્બરમાં તેમને વિદેશમંત્રીના રૂપમાં પદોન્નત કરવામાં આવ્યા હતા. કિન પ્રોફેશનલ રાજદ્વારી છે અને તેમને ચીની રાષ્ટ્રપતિ શી જિનપિંગનો ભરોસાપાત્ર સહયોગ માનવામાં આવે છે. વિદેશમંત્રી તરીકે કિને અમેરિકા પર છોડવામાં આવેલા એક શંકાસ્પદ ચીની જાસુસી બલુનના મુદ્દે વોશિંગ્ટનની આકરી ઝાટકણી કાઢી હતી. કિન અમેરિકા પહેલા યુકેના રાજદુત પણ કરી ચુક્યા છે.
ફૂ જિયાઓટિયન કોણ છે?
ચીની મંત્રીની ગુમ થવાની અટકળો તેજ થઇ ગઇ છે. તેમનું ટેલીવિઝન એંકર ફૂ જિયાઓટિયનની સાથે પ્રેમ પ્રસંગ હતો. ફૂ હોંગકોંગ ખાતે ફીનિક્સ ટીવીના જાણીતા ટેલિવિઝન એંકર અને પ્રોડ્યુસર છે. તેઓ હોંગકોંગ બ્રોડકાસ્ટરના ટોક વિધ વર્લ્ડ લીડર્સ પ્રોગ્રામના હોસ્ટ છે. મળતી માહિતી અનુસાર અત્યાર સુધી 50 દેશોના રાજદુતો સહિત 300 થી વધારે રાજનેતાઓનો ઇન્ટરવ્યું લઇ ચુક્યા છે. તેમાં પૂર્વ અમેરિકી વિદેશ સચિવ હેનરી કિસિંજર અને સંયુક્ત રાષ્ટ્રના પૂર્વ મહાસચિવ બાન કી મૂનનો સમાવેશ થાય છે.
ફૂ અને તેન નવજાત પુત્ર પણ નથી આવી રહ્યો બહાર
કિનની સાથે થોડા સમયથી ફૂ અને તેમનો નવજાત પુત્ર પણ બહાર નથી આવ્યો. કૈમ્બ્રિજ યુનિવર્સિટીથી ગ્રેજ્યુએટ ફૂ ચીની ટેલીવિઝન પર સૌથી જાણીતી વ્યક્તિઓ પૈકીના એક છે અને ઘણીવાર દેશના ટોપના અધિકારીઓના સાક્ષાત્કાર લે છે. ખાસ કરીને તાઇવાન અને હોંગકોંગ પ્રેસમાં અફવા ફેલાવા લાગી હોઇ શકે છે કે, બંન્ને વચ્ચે પ્રેમ પ્રસંગ ચાલી રહ્યો હોય. સોશિયલ મીડિયા યુઝર્સે એક ઇન્ટરવ્યું તરફ ઇશારો કર્યો, જે ગત્ત વર્ષે માર્ચમાં વોશિંગ્ટન ડીસીમાં લેવામાં આવ્યો હતો, તેમાં કિન અને ફૂ કપલની જેમ વર્તન કરી રહ્યા હતા.
યુઝર્સે નેતાઓ સાથે વાત કરતા સમયે ફૂ કી ઘણીવાર આવા વ્યવહાર પર પણ ધ્યાન આપ્યો. એક યુઝરે કહ્યું કે, જ્યારે તેઓ એવો વ્યવહાર એક ઉચ્ચ ચીની અધિકારી સાથે કરે છે, તો તેમણે ચીની રાજ્ય સુરક્ષા મંત્રાલયના નિયમોનું ઉલ્લંઘન કર્યું હશે. સાક્ષાત્કાર માર્ચ 2022 માં થયું. ફૂએ તે વર્ષે નવેમ્બરમાં પોતાનાં બાળકને જન્મ આપ્યો હતો. બીજી તરફ ગુમ થા પહેલા પોતાના અંતિમ સોશિયલ મીડિયા પોસ્ટમાં ફૂએ એક જેટની તસવીર શેર કરી હતી. તેમાં ફૂએ કિનની સાથે ઇન્ટરવ્યુનો એક સ્ક્રીન શોટ અને પોતાના પુત્રની સાથે એક તસવીર શેર કરી હતી.
ADVERTISEMENT