કોરોના મહામારીના પ્રભાવ સામે ઝઝૂમી રહેલા ચીનમાં હવે એક નવી બીમારીએ દસ્તક દીધી છે. ચીનમાં વધુ એક બીમારી ઝડપથી ફેલાઈ રહી છે. અહીંની સ્કૂલોમાં રહસ્યમય ન્યુમોનિયાનો પ્રકોપ વધી રહ્યો છે, આ ચિંતાજનક સ્થિતિ કોવિડ સંકટની શરૂઆતના દિવસોની યાદ અપાવે છે. 500 માઈલ દૂર ઉત્તર-પૂર્વમાં બેઈજિંગ અને લિયાઓનિંગની હોસ્પિટલોમાં મોટી સંખ્યામાં બાળકોને દાખલ કરવામાં આવી રહ્યા છે. સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, આ રહસ્યમય ન્યુમોનિયાના પ્રકોપને કારણે મોટાભાગની સ્કૂલો બંધ છે.
ADVERTISEMENT
બાળકોમાં જોવા મળી રહ્યા છે આ લક્ષણો
આ રહસ્યમય ન્યુમોનિયાથી પીડિત બાળકોના ફેફસામાં સોજો અને તાવ જેવા અસામાન્ય લક્ષણો જોવા મળી રહ્યા છે. જોકે, તે બાળકોમાં ઉધરસ અને ફ્લૂ, આરએસવી અને શ્વાસની બીમારી સંબંધિત અન્ય લક્ષણો જોવા મળી રહ્યા નથી. ઓપન-એક્સેસ સર્વેલન્સ પ્લેટફોર્મ પ્રોમેડ (ProMed)એ મંગળવારે ખાસ કરીને બાળકોને અસર કરતી ન્યુમોનિયાની ઉબરતી મહામારી વિશે ચેતવણી જાહેર કરી છે.
…એ સામાન્ય વાત નથીઃ રિપોર્ટ
પ્રોમેડે કહ્યું કે, ‘આ પ્રકોપ ક્યારે શરૂ થયો, તે બિલકુલ સ્પષ્ટ નથી, કારણ કે આટલા બધા બાળકોને આટલી ઝડપથી અસર થવી એ સામાન્ય વાત નથી.’ આ વાય રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે, તે અનુમાન લગાવવું ખૂબ જ વહેલું હશે કે શું આ વધુ એક મહામારી હોઈ શકે છે. પરંતુ આપણે સાવચેતી રાખવી જોઈએ.
માતા-પિતાએ અધિકારીઓ સામે ઉઠાવ્યા સવાલો
તાઈવાની આઉટલેટ FTV ન્યૂઝે જણાવ્યું કે,નવા પ્રકોપને કારણે હોસ્પિટલોમાં બીમાર બાળકોની સંખ્યા સૌથી વધુ છે. તેમાં કહેવામાં આવ્યું છે કે ‘માતાપિતાએ સવાલ કર્યો કે શું અધિકારીઓ મહામારીને છુપાવી રહ્યાં હતા.’ પરંતુ એવી શંકાઓ છે કે નવો પ્રકોપ માયકોપ્લાઝ્મા ન્યુમોનિયા સાથે સંબંધિત હોઈ શકે છે, જેને વૉકિંગ ન્યુમોનિયા તરીકે પણ ઓળખવામાં આવે છે, જે કથિત રીતે ચીનમાં વધી રહ્યો છે.
ADVERTISEMENT