નવી દિલ્હી : ચીનના સોશિયલ મીડિયા વીબો પર યુઝર્સ પર વ્યંગ કરતા કહી રહ્યા છે કે, મેડ ઇન્ડિયા આઇફોન 15 નું કવર હટાવતા જ તમને કઢીની વાસ આવશે. જો કે ભારતમાં આ ચાલે છે પરંતુ આપણા માટે સાફ-સફાઇનો મામલો છે.
ADVERTISEMENT
એપ્પલે હાલમાં જ પોતાની નવી સીરીઝ આઇફોન 15 લોન્ચ કરી દીધી. એપ્પલે પહેલીવાર મેડ ઇન ઇન્ડિયા આઇફોનને તે જ દિવસે લોન્ચ કરવામાં આવ્યુ, જે દિવસે સમગ્ર વિશ્વમાં આઇફોન 15 લોન્ચ કરવામાં આવ્યો. બીજી તરફ સોશિયલ મીડિયા પર કહેવામાં આવી રહ્યું છે કે, ચીનમાં મેન્યુફેક્ચર આઇફોન 15 માત્ર યુરોપ અને અમેરિકન બજારોમાં જ લોન્ચ થશે. જ્યારે ભારતમાં બનેલા આઇફોન 15 ને ચીનની બજારોમાં વેચવા માટે જ ખાસ રીતે તૈયાર કરવામાં આવ્યો છે.
આ અટકળો વચ્ચે ચીનના સોશિયલ મીડિયા પર ભારત અંગે અનેક પ્રકારની ટિપ્પણીઓ કરવામાં આવી રહી છે. જાતીય ટિપ્પણીઓ અંગે અનેક પ્રકારના કટાક્ષ ભારત અને ભારતીયો પર કરવામાં આવી રહ્યા છે. ચીની સોશિયલ મીડિયા વીબો પર યુઝર્સ ભારત પર વ્યંગ કરી રહ્યા છે કે મેડ ઇન ઇન્ડિયા આઇફોન 15નું કવર હટાવનાતી સાથે જ તમને કઢીની મહેક આવવા લાગશે. જો કે ભારતમાં આ ચાલે છે આ સાફ સફાઇનો મામલો છે.
મેડ ઇન ઇન્ડિયા આઇફોન પર ચીનનો વ્યંગ
એક અન્ય પોસ્ટમાં હાથથી ચોખા અને કઢી ખાનારા ભારતીયો પર કટાક્ષ કર્યો છે. પોસ્ટમાં કહેવામાં આવ્યું કે, હાથથી ચોખા અને કઢી ખાનારા આ લોકો પોતાની આંખો ચોળે છે અને પછી ફોન ટચ કરે છે. એવું પણ કહેવામાં આવ્યું કે, ભારતમાં બનેલા આઇફોન સંક્રમિત થઇ ચુક્યા છે.
બ્લુમબર્ગે પોતાના રિપોર્ટમાં જણાવ્યું કે, એપ્પલ મેડ ઇન ઇન્ડિયા આઇફોન વેચશે. આ રિપોર્ટ બાદથી જ ચીનમાં એવી અટકળો લાગવાની શરૂ થઇ ચુકી છે. આ અફવાઓ વચ્ચે ચીનની સોશિયલ મીડિયા વીબો પર જો તમે ચીનમાં નવો ફોન ખરીદો છો તો તમને ભારતમાં બનેલો આઇફોન મળી શકે છે. આ હેશટેગ ટ્રેન્ડ કરવા લાગ્યો છે. આ હેશટેગ અંગે ચીનમાં એ પ્રકારનાં મીમ બનાવવામાં આવી રહ્યા છે.
ADVERTISEMENT