Z Category Security to CEC: ઈન્ટેલિજન્સ બ્યુરો (IB)ના થ્રેટ પરસેપ્શન રિપોર્ટ બાદ ગૃહ મંત્રાલયે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારને Z કેટેગરીની સુરક્ષા આપી છે. તમને જણાવી દઈએ કે, TMCની સાથે-સાથે ઘણી રાજકીય પાર્ટીઓ આ સમયે હોબાળો મચાવી રહી છે. જેને ધ્યાનમાં રાખીને IBનો થ્રેટ પરસેપ્શન રિપોર્ટ આવ્યો હતો, જેના આધારે મુખ્ય ચૂંટણી કમિશનરને સુરક્ષા આપવામાં આવી છે.
ADVERTISEMENT
Z કેટેગરીની સુરક્ષામાં શું હશે?
Z કેટેગરીની સુરક્ષામાં કુલ 33 સુરક્ષા ગાર્ડ તૈનાત હોય છે. આર્મ્ડ ફોર્સના 10 આર્મ્ડ સ્ટેટિક ગાર્ડ VIPના ઘરે રોકાય છે. 6 રાઉન્ડ ધ ક્લોક PSO, 12 ત્રણ શિફ્ટમાં આર્મ્ડ સ્કોર્ટના કમાન્ડો, 2 વૉચર્સ શિફ્ટમાં અને 3 ટ્રેન્ડ ડ્રાઈવર રાઉન્ડ ધ ક્લોક હાજર રહે છે.
7 તબક્કામાં યોજાશે લોકસભાની ચૂંટણી
જણાવી દઈએ કે, આ સમય દેશમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. દેશમાં લોકસભાની ચૂંટણી 7 તબક્કામાં યોજાવા જઈ રહી છે, જેની શરુઆત 19 એપ્રિલે પહેલા તબક્કામાં થશે. તો બીજો તબક્કો 26 એપ્રિલે, ત્રીજો તબક્કો 7 મે, ચોથો તબક્કો 13 મે, પાંચમો તબક્કો 20મે, છઠ્ઠો તબક્કો 25 મે અને સાતમો તબક્કો 1 જૂને થશે. તમામ તબક્કાના મતદાનની મતગણતરી 4 જૂને થશે.
10.5 લાખ મથકો પર થશે મતદાન
હાલમાં જ ચૂંટણીની તારીખની જાહેરાત કરતી વખતે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે કહ્યું હતું કે અમારી ટીમ ચૂંટણી માટે તૈયાર છે. ચૂંટણીમાં 97 કરોડ મતદારો મતદાન કરશે. 10.5 લાખ મતદાન મથકો હશે, જ્યારે 55 લાખ ઈવીએમનો ઉપયોગ કરવામાં આવશે.
6 વર્ષનો હોય છે કાર્યકાળ
મુખ્ય ચૂંટણી કમિશનર અને બંને ચૂંટણી કમિશનરનો કાર્યકાળ 6 વર્ષનો હોય છે. CECની નિવૃત્તિ વય 65 વર્ષ અને ચૂંટણી કમિશનરોની વય 62 વર્ષ હોય છે. ચૂંટણી કમિશનરનું પદ અને પગાર ધોરણ ભારતની સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જેવું જ છે. મુખ્ય ચૂંટણી કમિશનરને સંસદ દ્વારા મહાભિયોગ દ્વારા જ દૂર કરી શકાય છે. અથવા તેઓ પોતે જ પોતાના પદ પરથી રાજીનામું આપી શકે છે. ભારતના ચૂંટણી પંચની પાસે વિધાનસભા, લોકસભા, રાજ્યસભા, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિની ચૂંટણીઓ કરાવવાની જવાબદારી છે.
ADVERTISEMENT