Chhattisgarh Election Results: રામની શરણમાં ગયેલા બઘેલને ‘મહાદેવે’ પતાવી દીધા!

Chhattisgarh Results: છત્તીસગઢના રાજકીય તસ્વીર લગભગ સ્પષ્ટ થઇ ચુકી છે. ભાજપના હિન્દુત્વ કાર્ડને પછાડવા માટે ભુપેશ બઘેલ પણ શ્રીરામના શરણે ગયા હતા. પોતાની રાજનીતિક દિશા…

Bhupesh baghel lose victory

Bhupesh baghel lose victory

follow google news

Chhattisgarh Results: છત્તીસગઢના રાજકીય તસ્વીર લગભગ સ્પષ્ટ થઇ ચુકી છે. ભાજપના હિન્દુત્વ કાર્ડને પછાડવા માટે ભુપેશ બઘેલ પણ શ્રીરામના શરણે ગયા હતા. પોતાની રાજનીતિક દિશા શોધી રહ્યા હતા. ત્યારે તેમની કહાનીમાં ‘મહાદેવ’ ટ્વીસ્ટ લઇ આવ્યા.

છત્તીસગઢ વિધાનસભા ચૂંટણીમાં (Chhattisgarh Election Results)રામ અને મહાદેવ શબ્દ ગુંઝતા રહ્યા. મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે ભાજપના હિન્દુત્વ કાર્ડને ટક્કર આપવા કોંગ્રેસે પોતાનું સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ રમ્યું હતું. ભૂપેશ બઘેલે રામની મદદ લીધી. કોંગ્રેસના રામ પથ ગમનની મદદથી આગળની ચૂંટણી યાત્રા પાર કરાવવા ઇચ્છી રહ્યા હતા.

અહીં સુધી તો બધુ ઠીક હતું, જો કે જે પ્રસંગે ચૂંટણી દુંદુભી વાગી રહી હતી. તે સમયે ભુપેશ બઘેલના ‘રામ”મહાદેવ’સામે ટકરાઇ ગયા. આ ટક્કરે તે ભૂપેશ બઘેલને ન માત્ર હરાવ્યા પરંતુ માત્ર છત્તીસગઢમાં પોતાની બીજી ઇનિંગ શોધી રહ્યા હતા પરંતુ 10 જનપથના ક્લોઝ સર્કલમાં પોતાનો મોટો રોલ જોઇ રહ્યા હતા.

છત્તીસગઢ પ્રચંડ રીતે હિંદુ બહુમતીનું રાજ્ય છે. જો કે અહીં હિન્દુઓની વસ્તી 96 ટકા સુધીની છે. છત્તીસગઢની સીમાઓ એમપી અને યુપી જેવા રાજ્યો સાથે મળે છે. ત્યાં તેવી જ સરકારો રાજ કરી રહી છે હિન્દુત્વના બેજને ગર્વથી પુર્ણ ધારણ કરતી રહે છે. આવા માહોલમાં જ્યારે 2018 માં ભૂપેશ બઘેલ સીએમ બન્યા તો તેમણે તુરંત જ માપી લીધું કે, તેઓ હિન્દુત્વની રાજનીતિથી દુર નહી રહી શકે. માટે બઘેલે છત્તીસગઢમાં પોતાને હિન્દુત્વ બ્રાંડને ચમકાવવાનું શરૂ કરી દીધું હતું.

ગાય, ગૌમુત્ર, ગોબર બન્યા બઘેલબ્રાંડની રાજનીતિના પ્રતિક

બઘેલે ગાય,ગૌમુત્ર, ગોબર જેવા મુદ્દા ઉપાડ્યા જેના પર ભાજપ ફ્રંટફુટ પર રાજનીતિ કરતી હતી. બઘેલે તમામ મુદ્દાઓ પકડ્યા અને તેઓએ ગૌપાલકો પાસેથી ગોબર (છાણ) ખરીદવાનું શરૂ કર્યું. આ પગલું ખેડૂતો માટે આશિર્વાદ સાબિત થયું. તેમણે ગૌમુત્ર ખરીદવાની પણ જાહેરાત કરી હતી. સીએમએ કહ્યું કે, ગૌમુત્રની પ્રોસેસિંગ કરી તેનો પ્રયોગ દવા બનાવવામાં કરાશે. સરકારનું આ પગલુ મહિલાઓ માટે આવક સાબિત થયું. આ યોજનાઓની મદદતી બઘેલે પોતાની છબી સૌથી મોટા હિંદુહિતૈષી તરીકે સ્થાપિત કરી લીધી. ભાજપનો એજન્ડા છીનવી લીધો.

હિંદુ નાયક ભગવાન રામ પર ફોકસ

ત્યાર બાદ બઘેલે હિન્દુઓના નાયક ભગવાન રામ પર ફોકસ કર્યું. જો ભાજપ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનો શ્રેય લઇ રહી હતી તો બઘેલે પોતાના રાજ્યમાં રામની ઐતિહાસિક સ્થળો શોધી તેનો વિકાસ શરૂ કર્યો. બઘેલે 7 ઓક્ટોબર, 2021 ના દિવસે રામના વનવાસ કાળના સ્થળોને વિશ્વના પર્યટન મેપ પર લાવવાની મહત્વકાંક્ષી યોજના શરૂ કરી. જે માટે તેમણે રામ વન ગમન પર્યટન યોજનાની શરૂઆત કરી. જેમાં શરૂઆત માતા કૌશલ્યાની નગરી ચંદખુરીમાં થઇ. રામ વન ગમન તે સ્થળ છે જ્યાંથી રામ વનવાસ કાળમાં પસાર થયા અને રહ્યા.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભાજપ વારાણસીમાં કાશી કોરિડોર, ઉજ્જૈનમાં મહાકાલ કોરિડોર અને મથુરામાં વૃંદાવન કોરિડોર વિકસીત કરવાનો શ્રેય લઇ રહ્યા છે. જેના જવાબમાં બઘેલે આ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો.

મુખ્યમંત્રીએ રામ વન ગમન પ્રવાસન સર્કિટને ખૂબ પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે કહ્યું કે, આ સર્કિટ કોરિયા જિલ્લાના સીતામઢીના હરચૌકાથી સુકમાના રામરામ સુધી લગભગ 2260 કિલોમીટરનું હશે. જોકે, છત્તીસગઢમાં તેની લંબાઈ અંદાજે 528 કિલોમીટર છે. રામ વન ગમન ટૂરિઝમ સર્કિટ પ્રોજેક્ટમાં સીતામઢી હરચોકા (કોરિયા), રામગઢ (સુરગુજા), શિવરીનારાયણ (જાંજગીર-ચંપા), તુર્તુરિયા (બાલોદા બજાર), ચાંદખુરી (રાયપુર), રાજીમ (ગારિયાબંદ), સિહાવા સપ્તર્ષિ આશ્રમ (ધમતારી), જગદલપુરનો સમાવેશ થાય છે. બસ્તર) અને રામરામ (સુકમા) રૂ. 133 કરોડના ખર્ચે વિકસાવવામાં આવી રહ્યા છે.

કૌશલ્યાના મંદિરનું નવીનીકરણ અને સુંદરીકરણ

સીએમ બઘેલ ભગવાન શ્રી રામના માતાજી પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેમણે કહ્યું કે, ભગવાન શ્રી રામના માતૃ જન્મસ્થળ તરીકે સમગ્ર વિશ્વમાં છત્તીસગઢની પોતાની ઓળખ છે. તેમણે કૌશલ્યા માતા મંદિરના પરિસરના રિનોવેશન અને બ્યુટિફિકેશન માટે 15 કરોડ રૂપિયા મંજૂર કર્યા હતા. આ ઉપરાંત મુખ્યમંત્રીએ ચાંદખુરીમાં ભગવાન શ્રી રામની 51 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.

બઘેલની નજર ભગવાન કૃષ્ણ પર પણ હતી

રામ તો રામ, ભૂપેશ બઘેલ પણ પોતાનું રાજકીય નસીબ સુધારવા માટે ભગવાન કૃષ્ણની શરણમાં પણ ગયા હતા. લેવા ગયા હતા. આ અંતર્ગત, તેમણે 19 ઓગસ્ટ, 2022 ના રોજ ભગવાન શ્રી કૃષ્ણની જન્મજયંતિના અવસર પર કૃષ્ણ કુંજ યોજના શરૂ કરી. આ યોજના હેઠળ વડ, પીપળ, લીમડો, કદંબ અને ફળોના વૃક્ષો વાવવામાં આવશે. રાજ્ય સરકાર છત્તીસગઢના તમામ શહેરી વિસ્તારોમાં ‘કૃષ્ણ કુંજ’ વિકસાવવાની તૈયારી કરી રહી હતી.

આખરે મહાદેવનો સામનો થયો

ભૂપેશ બઘેલ હિન્દુત્વના રથ પર સવાર થઈને આગળ વધી રહ્યા હતા. ચૂંટણી નજીક હતી. આ સમયે છત્તીસગઢના રાજકારણમાં ટ્વીસ્ટ આવ્યયો. નવેમ્બરમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગંભીર આક્ષેપો કર્યા કે, મહાદેવ સટ્ટાબાજીની એપ્લિકેશનમાં એક ઈ-મેઇલમાં ખુલાસો થયો હતો કે મહાદેવ એપ્લિકેશનના પ્રમોટરોએ છત્તીસગઢના સીએમ ભૂપેશ બઘેલને 508 કરોડ રૂપિયાની લાંચ આપી હતી. ED એ એવો પણ દાવો કર્યો કે, તેમના વતી રાયપુરની એક હોટલમાંથી જપ્ત કરાયેલા રૂ. 5.39 કરોડ કોંગ્રેસ પાર્ટીને ચૂંટણી ખર્ચ માટે આપવામાં આવી રહ્યા હતા. જો કે, ભૂપેશ બઘેલે આ તમામ આરોપોને નકારી કાઢ્યા હતા અને તેમને રાજકારણ સાથે જોડ્યા હતા.

મોદી અને રમણ સિંહે મહાદેવ એપનો મુદ્દો ઉઠાવ્યો

ચૂંટણીની ગરમી વચ્ચે ED દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારના આ આરોપોએ રાજ્યની રાજકીય ગરમીમાં વધારો કર્યો હતો. આ આરોપોને લઈને ભાજપે છત્તીસગઢના સીએમ પર આકરા પ્રહારો કર્યા છે. વડાપ્રધાન મોદીએ એમ પણ કહ્યું કે, કોંગ્રેસે ભગવાન શિવના નામના મહાદેવને પણ છોડ્યા નથી. બઘેલ પર આ આરોપ લાગતાની સાથે જ પૂર્વ સીએમ રમણ સિંહે તેમની સામે મોરચો ખોલ્યો અને કહ્યું કે બધું સાબિત થઈ ગયું છે. ભૂપેશ બઘેલ હવે સીએમ પદ પર રહેવાનો નૈતિક અધિકાર ગુમાવી ચૂક્યા છે.

ઉલ્લેખનીય છે કે, ED જુલાઈ 2022 થી PMLA ચાર્જ હેઠળ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપ સિન્ડિકેટની તપાસ કરી રહી છે. ઈડીનો દાવો છે કે, એપના પ્રમોટર્સ સૌરભ ચંદ્રાકર અને રવિ ઉપ્પલ વિદેશથી ઓપરેટ કરી રહ્યા છે અને તેઓએ ગેરકાયદે સટ્ટાબાજી કરીને રૂ. 1,000 કરોડની કમાણી કરી છે. કરોડો રૂપિયાની કમાણી કરી.

બઘેલે પીએમ મોદીને લખ્યો પત્ર

ચૂંટણીના પરિણામોના થોડાક કલાકો પહેલા જ ભૂપેશ બઘેલે પીએમ મોદીને પત્ર લખીને દેશભરમાં સટ્ટાબાજી પર પ્રતિબંધ લગાવવાની માંગ કરી હતી. 3 ડિસેમ્બરે જાહેર થયેલા છત્તીસગઢના પરિણામોમાં શરૂઆતમાં કોંગ્રેસ આગળ દેખાતી હતી, પરંતુ થોડા કલાકો પછી EVMના આંકડા બદલાઈ ગયા. પાર્ટી હવે હાર તરફ આગળ વધી રહી છે અને રામના આશ્રય હેઠળ રાજનીતિ શોધી રહેલા બઘેલને ‘મહાદેવ’થી હાર મળતી જોવા મળી રહી છે.

    follow whatsapp