નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 23 ઓગસ્ટે નેશનલ સ્પેસ ડે ઉજવવાના નિર્ણયને લીલી ઝંડી મળી ચુકી છે. મંગળવારે કેન્દ્રીય કેબિનેટે આ નિર્ણયને મંજૂરી આપી દીધી છે. કેબિનેટે ચંદ્રયાન-3 ની સફળતાની પૃષ્ઠભુમિમાં 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અવકાશ દિવસ તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી. જેથી હવે પ્રતિ વર્ષ 23 ઓગસ્ટ નેશનલ સ્પેસ ડે તરીકે ઉજવાશે.
ADVERTISEMENT
23 ઓગસ્ટે ચંદ્ર પર લેન્ડ થયું હતું ભારતનું ચંદ્રયાન-3
23 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રની ધરતી પર લેન્ડ થયું હતું ત્યારે સમગ્ર દેશમાં ઉજવણી કરવામાં આવી હતી. દેશા દરેક નાગરિકની છાતી ગર્વથી ફુલી ગઇ હતી. દક્ષિણ ધ્રુવ પર સોફ્ટ લેન્ડ કરનારો ભારત સમગ્ર વિશ્વનો એક માત્ર દેશ બની ચુક્યો છે. જ્યારે ચંદ્ર પર પોતાનુ અવકાશયાન પહોંચાડનાર વિશ્વનો ચોથો દેશ બની ગયો છે. આ દરેક ભારતીય માટે એક ગર્વની ક્ષણ છે.
ચંદ્રયાન જે સ્થળે ઉતર્યું તેને શિવશક્તિ પોઇન્ટ
અત્રે ઉલ્લેખનીય છે કે, પીએમ મોદી ચંદ્રયાન ઉતર્યું ત્યારે વિદેશ પ્રવાસે હતા. જો કે તેઓ ભારત આવતાની સાથે જ સીધા બેંગ્લોર પહોંચ્યા હતા. દરેક વૈજ્ઞાનિકો સાથે મુલાકાત કરી હતી. ચંદ્રયાન જે સ્થળ પર ઉતર્યું તે સ્થળને શિવશક્તિ પોઇન્ટ તરીકે જાહેર કર્યો હતો. ત્યાર બાદ 23 ઓગસ્ટને રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મુક્યો હતો. જેને આખરે કેન્દ્ર સરકાર દ્વારા લીલી ઝંડી મળી ગઇ હતી. જેથી હવે 23 ઓગસ્ટ રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ (National Space Day) તરીકે ઉજવાશે.
ADVERTISEMENT