Chandrayaan 3 Update: કેટલી ગરમ છે ચંદ્રના સાઉથ પોલની માટી? ISRO એ આપી મહત્વની માહિતી

Chandrayaan 3 Moon Soil: ચંદ્રયાન-3 મિશનનું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરી ચુક્યું છે. હવે ધીરે ધીરે તે આસપાસ ફરીને પોતાનું સંશોધન કરીને રિપોર્ટ પણ…

Chandrayaan-3 Give Soil Report

Chandrayaan-3 Give Soil Report

follow google news

Chandrayaan 3 Moon Soil: ચંદ્રયાન-3 મિશનનું પ્રજ્ઞાન રોવર ચંદ્રની સપાટી પર ઉતરી ચુક્યું છે. હવે ધીરે ધીરે તે આસપાસ ફરીને પોતાનું સંશોધન કરીને રિપોર્ટ પણ મોકલવા લાગ્યું છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર માટીના તાપમાનની તપાસ કરવામાં આવી રહી છે.

Chandrayaan 3 Moon Soil Temperature

ભારતના ચંદ્રયાન-3 મિશનના રોવરે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર હાલની માટી (Moon Soil) ની તપાસ શરૂ કરી દીધી છે. ઇસરો (ISRO) એ રવિવારે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી. ઇસરોએ જણાવ્યું કે, અંતરિક્ષ વિજ્ઞાનના ઇતિહાસમાં પહેલીવાર ચંદ્રયાન-3એ ચંદ્રમાના દક્ષિણી ધ્રુવની માટીની તપાસ કરી. સપાટી નીચે 10 સે.મી સુધીના તેના તાપમાનમાં અંતર હતું.

તાપમાનનું પ્રોફાઇલિંગ કરવામાં આવી રહ્યું છે

ઇસરોએ કહ્યું કે, આ પહેલીવાર છે કે, દક્ષિણી ધ્રુવની આસપાસ ચંદ્રની માટીના તાપમાનના પ્રોફાઇલિંગ કરવામાં આવી રહી છે. કારણ કે પહેલીવાર કોઇ દેશે ચંદ્રના દક્ષિણી ધ્રુવ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું છે.ઇસરોએ માટીના તાપમા પર એક ગ્રાફ પણ શેર કર્યો છે. ગ્રાફમાં તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસના 50 ડિગ્રી સેલ્સિયસ કરતા વધારે સુધી દેખાઇ રહ્યું છે.

ઇસરોએ આપ્યું લેટેસ્ટ અપડેટ

સ્પેસ એજન્સીએ કહ્યું કે, “ChaSTE પેલોડ ચંદ્રમાની સપાટીના થર્મલ બિહેવિયરને સમજવા માટે ધ્રુવની ચારે તરફ ચંદ્રમા પર માટીના તાપમાનને માપે છે. તેમાં તાપમાન તપાસવા માટેના યંત્ર છે જે સપાટીની નીચે 10 સેમીની ઉંડાઇ સુધી પહોંચવા માટે સક્ષમ છે.

ચંદ્રની માટીના તાપમાનની પ્રોફાઇલિંગ કરી

ઇસરોએ જણાવ્યું કે, તેમાં 10 અળગ અળગ તાપમાનના સેંસર લાગેલા છે. આ ગ્રાફમાં ચંદ્રના તાપમાનના અંતરને દેખાડવામાં આવ્યું છે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ માટે આ પહેલી એવી પ્રોફાઇલ છે. આગળ પણ સંશોધન સતત ચાલી રહ્યું છે.

23 ઓગસ્ટે કર્યું હતું સોફ્ટ લેન્ડિંગ

આ અગાઉ શનિવારે ઇસરોએ જણાવ્યું હતું કે, ચંદ્રયાન-3 મિશનના ત્રણમાંથી બે ઉદ્દેશ્ય પ્રાપ્ત કરી લેવામાં આવ્યા છે, જ્યારે ત્રીજો ઉદ્દેશ્ય હેઠળ વૈજ્ઞાનિક પ્રયોગ ચાલી રહ્યા છે. સાથે જ ચંદ્રયાન-3 મિશનના તમામ પેલોડ સામાન્ય રીતે કામ કરી રહ્યા છે. ચંદ્રયાન-3 એ 23 ઓગસ્ટે ચંદ્રની સાથે સાઉથ પોલ પર સોફ્ટ લેન્ડિંગ કર્યું હતું.

    follow whatsapp