Chandrayaan-3 સોફ્ટ લેન્ડિંગ માટે તૈયાર છે, છેલ્લી 15 મિનિટ સૌથી મહત્વની છે

નવી દિલ્હી : ISRO દ્વારા લોન્ચ કરાયેલું Chandrayaan-3 Landing ટુંક સમયમાં થવાનું છે. ચાર વર્ષ પહેલા લોન્ચ થયું ચંદ્રયાન-2 લેન્ડિગની થોડી મિનિટો પહેલા જ ક્રેશ થઇ…

Chandrayaan-3 Most important Thing

Chandrayaan-3 Most important Thing

follow google news

નવી દિલ્હી : ISRO દ્વારા લોન્ચ કરાયેલું Chandrayaan-3 Landing ટુંક સમયમાં થવાનું છે. ચાર વર્ષ પહેલા લોન્ચ થયું ચંદ્રયાન-2 લેન્ડિગની થોડી મિનિટો પહેલા જ ક્રેશ થઇ ગયું હતું. તેવામાં ચંદ્રયાન-3 માટે છેલ્લી 15 મિનિટ ખુબ જ મહત્વની રહેશે.

Chandrayaan-3 Update ચંદ્રયાન-3 ના લેન્ડિંગમાં હવે 24 કલક કરતા પણ ઓછો સમય બાકી રહ્યો છે. જેના માટે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ સ્પેસ ઓર્ગેનાઇઝેશન (ISRO) સંપુર્ણ રીતે તૈયાર છે. સ્પેસક્રાફ્ટને લેન્ડ કરવું સૌથી મુશ્કેલ અને નાજુક પ્રક્રિયા છે. જો કે તેમાં 15 મિનિટ સૌથી મહત્વના હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાર વર્ષ પહેલા લોન્ચ થયેલું ચંદ્રયાન-2 લેન્ડિગના અંતિમ 15 મિનિટમાં ક્રેશ થયું હતું. તેવામાં આ વખતે પણ સમયને મહત્વનો માનવામાં આવી રહ્યો છે. આ છેલ્લી 15 મિનિટમાં ચંદ્રયાન અનેક તબક્કામાંથી પસાર થશે.

લેન્ડિંગ પહેલા જ સ્પીડ ઘટાડી દેવામાં આવશે

લેન્ડિંગના પહેલા તબક્કામાં ચંદ્રયાનની રફ બ્રેકિંગ કરવામાં આવશે. આ દરમિયાન ચંદ્રયાનની સ્પીડ ઘટાડવામાં આવશે. અહીં ચંદ્રયાનની સ્પીડ માત્ર 358 મીટર પ્રતિ સેકન્ડ રહેશે. બીજા તબક્કામાં સ્પેસક્રાફ્ટના એલ્ટીટ્યૂડ હોલ્ડિંગનો ફેઝ હશે. આ દરમિયાન ચંદ્રયાન-3 ચંદ્રમાની સપાટીથી માત્ર 7.4 કિલોમીટરની ઉંચાઇ પર હશે.

સમતળ જમીન પર થશે સોફ્ટ લેન્ડિંગ

બીજી તરફ ફાઇન બ્રેકિંગ ફેઝમાં ચંદ્રયાન ચંદ્રની સપાટીથી લગભગ 800 મીટરની ઉંચાઇ પર પહોંચી જશે અને ચંદ્રયાનની સ્પીડ શૂન્ય થઇ જશે. આ લેન્ડિંગનો ત્રીજો ફેઝ થશે, જ્યારે ચોથા ફેઝમાં ચંદ્રયાન-3 ચંદ્રની સમતળ જમીન શોધીને સોફ્ટ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરશે.

સ્પીડ ઘટાડવી સૌથી મોટો પડકાર

આખરી 15 મિનિટની પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર છે ચંદ્રયાન-3 ની સ્પીડ ઘટાડવી… તે કામ કરશે લેન્ડરને ગતિ આપનારા થ્રસ્ટર. લેન્ડરમાં ચાર થ્રસ્ટર લાગેલા છે. જે ઉંધી દિશામાં જશે અને તેના દ્વારા જ ચંદ્રયાન-3 ની સ્પીડ ઘટાડશે.

ગતિ ઘટાડવાનું કામ આવશે થ્રસ્ટર

આ અંગે એસ્ટ્રોફિઝિક્સ આર.સી કપુરનું કહેવું છે કે, અંતિમ 15 મિનિટની સંપુર્ણ પ્રક્રિયામાં સૌથી મોટો પડકાર છે ચંદ્રયાન 3 ની સ્પીડ ઘટાડવી. તેની ગતિને ઘટાડવા માટે લેન્ડરને ગતિ આપનારા થ્રસ્ટર કામ આવશે. લેન્ડરમાં ચાર થ્રસ્ટર લાગેલા છે, જે ઉંધી દિશામાં જતા રહેશે અને તેનાથી જ ચંદ્રયાન-3 ની સ્પીડ ઘટશે.

આ વખતે મળશે સફળતા

ISRO ના પૂર્વ પ્રમુખ સિવનનું કહેવું છે કે, આ વખતે અંતિમ પંદર મિનિટમાં ટેરરને પહોંચી વળવા માટેની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ચંદ્રયાન-3 સંપુર્ણ સિસ્ટમ એકદમ તંદુરસ્ત છે, જેના સાક્ષી તેની મોકલેલી ચંદ્રની આ સૌથી નવી તસ્વીર જેને ઇસરો દ્વારા બહાર પાડવામાં આવ્યું છે. આ વખતે આ શાનદાર સફળતા હશે. ચંદ્રયાન-2 માંથી અમે જે શિખ્યા તેના આધારે સિસ્ટમ ખુબ જ મજબુત બનાવી છે. તે વખતે સર્જાયેલી સ્થિતિને પણ આ વખતે ધ્યાનમાં રાખી છે.

    follow whatsapp