નવી દિલ્હી : ચંદ્ર પર સફળતાપુર્વક સોફ્ટ લેન્ડિંગ બાદ રોવર ‘પ્રજ્ઞાન’ રોજ નવા નવા અપડેટ પૃથ્વી પર મોકલી રહ્યું છે. બીજી તરફ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠને (ISRO) સોમવારે જણાવ્યું કે, 27 ઓગસ્ટ, 2023 ના રોજ રોવરને પોતાના સ્થાનથી ત્રણ મીટર આગળ ચાર મીટર વ્યાસનો ખાડો મળ્યો છે. ત્યાર બાદ રોવરને પરત ફરવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. તે હવે સુરક્ષીત રીતે એક નવા રસ્તા તરફ આગળ વધી રહ્યું છે.
ADVERTISEMENT
અગાઉ સફળતા પુર્વક ચંદ્રની સપાટી પરનું તાપમાન માપવામાં આવ્યું
આ અગાઉ ચંદ્રયાન-3 ના વિક્રમ લેન્ડરમાં લાગેલા ચાસ્ટે ઉપકરણે ચંદ્રના તાપમાન અંગેની માહિતી મોકલી હતી. જેના અનુસાર ચંદ્રમા પર અલગ અલગ ઉંડાઇના તાપમાનમાં ઘણું અંતર છે. ચંદ્રની સપાટી પર જ્યાં આશરે 50 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગર્મ છે. જ્યારે સપાટીથી માત્ર 80 મિલીમીટર નીચે જવા પર તાપમાન -10 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટી જાય છે. ચંદ્રમાની સપાટી એક ઉષ્મારોધી દિવાલ જેવી છે. જે સુર્યના ભીષણ તાપમાનની અસરને સપાટીની અંદર પહોચતા અટકાવવાની ક્ષમતા ધરાવે છે.
ચંદ્રની સપાટી પર પાણીનું ભંડારણ હોઇ શકે છે
કેટલાક નિષ્ણાંતોનો દાવો છે કે, આ એક સંકેત પણ છે કે ચંદ્રની સપાટી નીચે પાણીનો ભંડાર હોઇ શકે છે. ઇસરોએ રવિવારે આ માહિતી આપી હતી. ઇસરોએ લખ્યું કે, વિક્રમ લેન્ડરે ચંદ્ર સરફેસ થર્મો ફિઝિકલ એક્સપેરિમેન્ટ એટલે કે ચાસ્ટે ઉપકરણે દક્ષિણી ધ્રુવની નજીક ચંદ્રના ઉપરના પડના તાપમાનની પ્રોફાઇલ બનાવી છે. તેના દ્વારા ચંદ્રની સપાટીના તાપીય વ્યવહારને સમજવામાં મદદ મળી શકે છે.
વિક્રમ લેન્ડર પર લાગેલા ChaSTE પેલોડ પરથી આપણને શું માહિતી મળી
– ઇસરોએ જે ગ્રાફ શેર કર્યો તેના અનુસાર ચંદ્રની સપાટીનું તાપમાન 70 ડિગ્રી સેલ્સિયસ છે.
– ઉંડા જતા તાપમાનમાં ઝડપથી ઘટાડો થાય છે. 80 મિલીમીટર અંદર જતા તાપમાન -10 ડિગ્રી સુધી ઘટી જાય છે.
– બીજા શબ્દોમાં કહીએ તો એવું લાગે છે કે, ચંદ્રની સપાટી ગરમી જાળવી રાખવા માટે સક્ષમ નથી.
વરિષ્ઠ વૈજ્ઞાનિકોએ વ્યક્ત કર્યું આશ્ચર્ય
ગ્રાફીક ચિત્રણ અંગે ઇસરો વૈજ્ઞાનિક બીએચએમ દારુકેશાએ જણાવ્યું કે, અમે માનીએ છીએ કે સપાટી પર તાપમાન 20 ડિગ્રી સેન્ટીગ્રેડથી 30 ડિગ્રી સેંટીગ્રેડની આસપાસ હોઇ શકે છે. જો કે તે 70 ડિગ્રી સંટીગ્રેડ છે. આ આશ્ચર્યજનક રીતે અમારી અપેક્ષા કરતા ઘણી વધારે છે.
ઇસરોએ કહી મહત્વની વાત
ઇસરોએ કહ્યું કે, પેલોડમાં તાપમાન માપવાનું એક યંત્ર લાગેલું છે, જે સપાટીથી નીચે 10 સેંટીમીટરની ઉંડાઇ સુધી પહોંચવા સક્ષમ છે. ગ્રાફ અલગ અલગ ઉંડાઇ પર ચંદ્ર સપાટી કે તાપમાનમાં ભિન્નતાને દર્શાવે છે, જેમ કે તપાસ દરમિયાન નોંધા હતી. ચંદ્રના દક્ષિણી ધ્રુવ અંગે પહેલી એવી માહિતી સામે આવી છે. તેનો વિસ્તૃત અભ્યાસ હાલ ચાલી રહ્યો છે. ઇસરો દ્વારા અપાયેલા ગ્રાફમાં દર્શાવાયું છે કે, ChaSTE પેલોડ જેમ જેમ ઉંડાણ તરફ વધે છે ચંદ્રની સપાટીના તાપમાનમાં ઉતાર-ચઢાવ જોવા મળે છે.
શું છે ChaSTE?
વિક્રમ લેન્ડર પર લાગેલી ChaSTE દક્ષિણ ધ્રુવની આસપાસ ચંદ્રની ઉપર માટીના તાપમાનને માપે છે. જેની મદદથી ચંદ્રની સપાટીના તાપીય ગણિતને સમજી શકાય.ChaSTE પેલોડ તાપમાન તપાસવા માટેનું એક યંત્ર છે, જે એક નિયંત્રિત પ્રવેશ તંત્રની મદદથી 10 સેમીની ઉંડાઇ સુધી પહોંચી શકે છે. પેલોડમાં 10 અલગ-અલગ તાપમાનના સેંસર લાગેલા છે. ઇસરોએ જે ગ્રાફ શેર કર્યો છે, તે અલગ-અલગ ઉંડાઇ પર નોંધાયેલા ચંદ્રની સપાટી અથવા એકદમ નજીકની સપાટીમાં તાપમાનના અંતરને દર્શાવે છે. આ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર કરાયેલી પ્રથમ તપાસ છે. ભારત આવું કરનારો વિશ્વનો એકમાત્ર દેશ બની ગયો છે.
ઇસરોએ કહ્યું કે, ChaSTE પેલોડનો ભૌતિક અનુસંધાન પ્રયોગશાળા (PRL) અમદાવાદના સહયોગથી ઇસરોના વિક્રમ સારાભાઇ અંતરીક્ષ કેન્દ્ર (VSSC) ની અંતરિક્ષ પ્રયોગશાળા (SPL) ના નેતૃત્વવાળી ટીમ દ્વારા વિકસિત કરવામાં આવ્યો હતો
ADVERTISEMENT