Chanakya Niti: આચાર્ય ચાણક્યને એક કુશળ રણનીતિકાર, રાજનીતિજ્ઞ અને કૂટનીતિકાર માનવામાં આવે છે. તેમણે પોતાની નીતિઓની મદદથી ચંદ્રગુપ્ત મૌર્યને સમ્રાટ બનાવ્યા હતા. આચાર્ય ચાણક્યએ પોતાની નીતિઓનું વર્ણન ચાણક્ય નીતિમાં કર્યું છે. આ નીતિઓ આજે પણ પ્રાસંગિક છે. કહેવાય છે કે, ચાણક્યની નીતિઓનું પાલન કરનાર લોકોને જીવનમાં સફળતા જરૂર મળે છે. ચાણક્યએ પોતાની એક નીતિમાં વ્યક્તિની એ આદતો વિશે જણાવ્યું છે કે જેના કારણે વ્યક્તિની પાસે પૈસા ટકતા નથી.
ADVERTISEMENT
આ આદતો હોય તો સુધારી લેજો
આચાર્ય ચાણક્યનું કહેવું છે કે,સવારે મોડે સુધી સુઈ રહેનાર લોકો પર માતા લક્ષ્મીની કૃપા નથી રહેતી. આવા લોકોને હંમેશા આર્થિક તંગીનો સામનો કરવો પડે છે. આચાર્ય ચાણક્ય અનુસાર જે વ્યક્તિ સવારે વહેલા ઉઠે છે. તેઓ માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ્ય હોય છે.
આચાર્ય કહે છે કે, જે વ્યક્તિ સ્વચ્છ કપડાં નથી પહેરતા અને દાંતોને સાફ નથી રાખતા તેવા લોકો પર માતા લક્ષ્મીની કૃપા નથી થતી. ધાર્મિક માન્યતાઓ અનુસાર માં લક્ષ્મીનો વાસ એ જગ્યાઓ પર નથી થતો જ્યાં સાફ સફાઈ ન હોય.
ચાણક્ય નીતિ અનુસાર, વ્યક્તિએ હંમેશા મીઠુ બોલવું જોઈએ. મીઠુ બોલનાર વ્યક્તિ સૌનો પ્રિય હોય છે. કઠોર બોલનાર વ્યક્તિ લોકોની સાથે સંબંધ પણ સારા નથી રાખી શકતા. હંમેશા કડવુ બોલનારના ઘરે માતા લક્ષ્મીજીનો વાસ નથી થતો.
આચાર્ય ચાણક્ય કહે છે કે વ્યક્તિએ ક્યારેય વધારે ભોજન ન કરવું જોઈએ. જરૂરથી વધારે ભોજન કરનાર દરિદ્રતાની તરફ જાય છે. આ ઉપરાંત બિમારીઓ પણ તેમને ઘેરી લે છે. આવા લોકોને અન્ન અને ધનની હંમેશા મુશ્કેલી થાય છે.
ADVERTISEMENT