હિરોશિમા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં જાપાનના હિરોશિમા શહેરમાં છે. તેઓ G-7 સમિટમાં ભાગ લેવા માટે ત્યાં પહોંચ્યા છે. શનિવારે પીએમ મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે મુલાકાત કરી હતી. આ પછી તેમણે હિરોશિમા શહેરમાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું. આ દરમિયાન ત્યાં હાજર એક મહિલાએ વડાપ્રધાન મોદીને કહ્યું, ‘મોદીજી હું ચા વેચનાર છું, અહીં ચાનો બિઝનેસ કરું છું.
ADVERTISEMENT
યુક્રેનના રાષ્ટ્રપતિને મળશે PM
જેના જવાબમાં પીએમએ કહ્યું- વાહ! પીએમ મોદી 21 મે સુધી હિરોશિમામાં રહેશે. આજે તેઓ અનેક નેતાઓ સાથે દ્વિપક્ષીય બેઠક કરશે અને સાંજે ક્વાડ દેશોની બેઠકમાં ભાગ લેશે. પીએમ મોદી આજે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીને મળશે. આ સિવાય તેઓ દક્ષિણ કોરિયા અને વિયેતનામના રાષ્ટ્રપતિઓને પણ મળશે.
મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું
આ પેહેલા પીએમ મોદીએ હિરોશિમામાં મહાત્મા ગાંધીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું. આ દરમિયાન તેમણે કહ્યું કે, આ પ્રતિમા અહિંસાના વિચારને આગળ વધારશે. અનાવરણ બાદ તેઓ ભારતીય સમુદાયના લોકોને મળ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યું કે આજે પણ હિરોશિમાનું નામ સાંભળીને દુનિયા ડરી જાય છે. બાપુની પ્રતિમા સમગ્ર વિશ્વમાં શાંતિનો સંદેશ આપશે.
જાપાનના PM સાથે કરી મુલાકાત
આ પહેલા વડાપ્રધાન મોદીએ જાપાનના વડાપ્રધાન ફુમિયો કિશિદા સાથે દ્વિપક્ષીય બેઠક કરી હતી. આ દરમિયાન બંને નેતાઓ વચ્ચે વેપાર, અર્થવ્યવસ્થા સહિતના અનેક મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી. પીએમ મોદી અને કિશિદાએ બંને દેશો વચ્ચેની મિત્રતા વધુ જાળવવા અંગે પણ ચર્ચા કરી હતી.
ADVERTISEMENT