અમદાવાદ : કેન્દ્રીય સ્વાસ્થય મંત્રાલયે જાન્યુઆરીની મધ્યમાં ભારતમાં કોરોનાના કેસો વધે તેવી શક્યતાઓ વ્યક્ત કરી રહી છે. પાછળના ટ્રેન્ડ્સનું એનાલિસિસ કર્યા બાદ આગામી 40 દિવસ દેશ માટે ખુબ જ મુશ્કેલ હોવાનું નિષ્ણાંતો માની રહ્યા છે. મંત્રાલયે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને સ્વાસ્થય સુવિધાની સમીક્ષા કરીને કોઇ પણ સ્થિતિ માટે તૈયાર રહેવાની તાકીદ કરી છે.
ADVERTISEMENT
બીજી તરફ બુધવારે ચેન્નાઇ એરપોર્ટ પર દુબઇના બે મુસાફર કોરોના પોઝિટિવ
બીજી તરફ બુધવારે ચેન્નાઇ એરપોર્ટ પર દુબઇના બે મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હતા. બંન્ને તમિલનાડુના પુદુક્કોટ્ટઇના અલગુડી જિલ્લાના એક ગામના રહેવાસી છે. તેમના સેમ્પલ લઇને જિનોમ સિકવન્સીંગ માટે લેબોરેટરીમાં મોકલી આપવામાં આવ્યા છે. છેલ્લા 3 દિવસમાં 39 આંતરરાષ્ટ્રીય મુસાફરો કોરોના પોઝિટિવ આવ્યા હતા. જેમાં ચીનથી શ્રીલંકા થઇને તમિલનાડુ આવેલી મહિલા અને તેના 6 વર્ષના બાળકનો પણ સમાવેશ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, એરપોર્ટ પર વિદેશથી આવતા તમામ લોકોનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.
એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા નિયમો કડક બનાવવામાં આવ્યા
બીજી તરફ એર ઇન્ડિયા એક્સપ્રેસ દ્વારા UAE થી આવતા મુસાફરો માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ ફરજીયાત બનાવ્યું છે. હેલ્થ મિનિસ્ટ્રી અનુસાર દેશમાં કોરોના વેક્સિનેશનનો આંકડો 220 કરોડ ડોઝને પાર થઇ ચુક્યો છે. બિહારના કોરોનાના કેસમાં 10 ગણો વધારો થયો છે. ગુજરાતમાં પણ કોરોનાના કેસોમાં ભારે ઉછાળો જોવા મળી રહ્યો છે.
ADVERTISEMENT