લોકસભા ચૂંટણી પૂરી થતા જ 8 કંપનીઓને વેચવાની તૈયારીમાં કેન્દ્ર સરકાર, જાણો કઈ-કઈ છે લિસ્ટમાં

Gujarat Tak

• 01:03 PM • 26 Aug 2024

PSU Divestment: લોકસભા ચૂંટણીને કારણે સરકારે પોતાની કંપનીઓના વેચાણની યોજનાને અટકાવી દીધી હતી પરંતુ ફરી એકવાર તે આ માર્ગ પર આગળ વધી શકે છે. મિન્ટના રિપોર્ટ અનુસાર, સરકારી કંપનીઓના સ્ટ્રેટેજિક વેચાણ માટેની યોજનાને રિવાઈવ કરી શકે છે.

PSU Disinvestment

PSU Disinvestment

follow google news

PSU Divestment: લોકસભા ચૂંટણીને કારણે સરકારે પોતાની કંપનીઓના વેચાણની યોજનાને અટકાવી દીધી હતી પરંતુ ફરી એકવાર તે આ માર્ગ પર આગળ વધી શકે છે. મિન્ટના રિપોર્ટ અનુસાર, સરકારી કંપનીઓના સ્ટ્રેટેજિક વેચાણ માટેની યોજનાને રિવાઈવ કરી શકે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આઠ સરકારી ખાતર કંપનીઓને વેચવાની તૈયારીઓ ચાલી રહી છે. આ પ્રક્રિયા આગામી નાણાકીય વર્ષમાં શરૂ થઈ શકે છે. આ સાથે, કેટલાક બંધ યુનિટને ફરીથી શરૂ કરીને વેચી શકાય છે. વર્ષ 2022 માં, નીતિ આયોગે સ્ટ્રેટેજિક વેચાણ માટે આઠ ખાતર કંપનીઓની ઓળખ કરી હતી પરંતુ સરકારે સ્થાનિક ઉત્પાદન વધારવા માટે તેમને વેચવાની યોજનાને ટાળી દીધી હતી.

કઈ-કઈ કંપનીઓને વેચી શકે છે સરકાર?

આ કંપનીઓમાં બ્રહ્મપુત્રા વેલી ફર્ટિલાઇઝર કોર્પોરેશન લિમિટેડ, ફર્ટિલાઇઝર્સ એન્ડ કેમિકલ્સ ત્રાવણકોર, FCI અરાવલી જીપ્સમ એન્ડ મિનરલ્સ લિમિટેડ, મદ્રાસ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, નેશનલ ફર્ટિલાઇઝર્સ લિમિટેડ, રાષ્ટ્રીય કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ, ફર્ટિલાઇઝર્સ કૉર્પોરેશન લિમિટેડ અને હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર્સ કૉર્પોરેશન લિમિટેડનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, ગોરખપુર, સિંદરી, તાલચેર અને રામગુંડમ સ્થિત ફર્ટિલાઇઝર્સ કોર્પોરેશનના એકમો પણ ડિસઇન્વેસ્ટમેન્ટ લિસ્ટમાં સામેલ છે.

સૂત્રોનું કહેવું છે કે અત્યારે આ અંગેની યોજના ચર્ચાના તબક્કે છે અને ટૂંક સમયમાં આખરી નિર્ણય લેવામાં આવી શકે છે. નાણા મંત્રાલય અને ખાતર વિભાગે આ સંબંધમાં પ્રશ્નોના જવાબ આપ્યા નથી.

સબસિડી પર શું અસર થશે?

એક સૂત્રએ જણાવ્યું કે કેન્દ્ર સરકાર હાલમાં આયાત પર નિર્ભરતા ઘટાડવા અને આત્મનિર્ભરતા પર કામ કરી રહી છે. તે પછી જ ખાતર PSUના ડિસઇન્વેસ્ટમેન્ટ પર કામ કરવામાં આવશે. સરકાર આ વર્ષના અંત સુધીમાં યુરિયાની આયાત 30 ટકા ઘટાડવાની યોજના ધરાવે છે. સરકારે ખાતર પર આપવામાં આવતી સબસિડીમાં મોટો ઘટાડો કર્યો છે. જોકે, હિસ્સો વેચવાથી સબસિડી પર કોઈ અસર થશે નહીં. 

નિષ્ણાતો કહે છે કે જૂના પ્લાન્ટને ફરીથી શરૂ કરવા અને નવા પ્લાન્ટ લગાવવાને કારણે સ્થાનિક ઉત્પાદનમાં 20 ટકાનો વધારો થયો છે અને આયાતમાં 10 ટકાનો ઘટાડો થયો છે. 2024માં સરકારે 7.04 એમટી યુરિયાની આયાત કરી હતી જે ગયા વર્ષે 7.57 એમટી હતી.

    follow whatsapp