'ઈઝરાયલ અને ઈરાનની યાત્રાથી બચે ભારતીયો', મિડલ ઈસ્ટમાં ટેન્શન વચ્ચે કેન્દ્રની એડવાઈઝરી

Israel and Iran Tension: વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન કે ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે.

Iran and Israel

Iran and Israel

follow google news

Israel and Iran Tension: વિદેશ મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલ માટે ટ્રાવેલ એડવાઈઝરી જારી કરી છે અને તમામ ભારતીયોને આગળની સૂચના સુધી ઈરાન કે ઈઝરાયેલની મુસાફરી ન કરવાની સલાહ આપી છે. મંત્રાલયે ઈરાન અને ઈઝરાયેલમાં હાજર ભારતીયોને ભારતીય દૂતાવાસ સાથે સંપર્કમાં રહેવા અને પોતાની નોંધણી કરાવવા વિનંતી કરી છે.

ભારતીયોને ઈરાન અને ઈઝરાયલ ન જવા સૂચના

વિદેશ મંત્રાલયે શુક્રવારે એક નોટિફિકેશન બહાર પાડીને ભારતીયોને આગળની સૂચના ન મળે ત્યાં સુધી ઈરાન અને ઈઝરાયેલની મુસાફરી ટાળવા જણાવ્યું હતું. ઈરાન આગામી 48 કલાકમાં ઈઝરાયેલ પર હુમલો કરી શકે છે તેવા અહેવાલો વચ્ચે આ એડવાઈઝરી જારી કરવામાં આવી છે.

ભારતીયોને દૂતાવાસમાં રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી

મંત્રાલયે એવા ભારતીયોને વિનંતી કરી છે કે જેઓ હાલમાં ઈરાન અથવા ઈઝરાયેલમાં રહે છે તેઓ ભારતીય દૂતાવાસોનો સંપર્ક કરે અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવે. વિદેશ મંત્રાલયે કહ્યું, 'તેમને પણ વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની સુરક્ષાને લઈને ખૂબ કાળજી રાખે અને તેમની પ્રવૃત્તિઓને ન્યૂનતમ સુધી મર્યાદિત કરે.'

    follow whatsapp