Dog Breed Banned: પાલતુ પ્રાણીઓના હુમલાની વધતી ઘટનાઓને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે રાજ્યોને પિટબુલ ટેરિયર, અમેરિકન બુલડોગ, રોટવેઇલર અને માસ્ટિફ્સ સહિત 23 બ્રીડના આક્રમક શ્વાનના વેચાણ અને સંવર્ધન પર પ્રતિબંધ મૂકવાનો નિર્દેશ આપ્યો છે. રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જારી કરવામાં આવેલી સૂચનાઓમાં લોકોને 23 શ્વાનની બ્રીડ પાળતુ પ્રાણી તરીકે રાખવા પર પ્રતિબંધ છે. આટલું જ નહીં, કેન્દ્રએ એ પણ નિર્દેશ આપ્યો છે કે જેમની પાસે આમાંથી કોઈ પણ બ્રીડના પાલતુ શ્વાન છે, તેમનું આગળ પ્રજનન ન થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે.
ADVERTISEMENT
આ પણ વાંચો: Amitabh Bachchan મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ, સવારે કરાઈ એન્જીયોપ્લાસ્ટી સર્જરી
23 શ્વાનની બ્રીડ પર પ્રતિબંધ
પશુપાલન અને ડેરી વિભાગે જણાવ્યું હતું કે, તેમને નાગરિકો, નાગરિક મંચો અને પશુ કલ્યાણ સંસ્થાઓ તરફથી રજૂઆતો મળી છે કે શ્વાનની અમુક બ્રીડ પાળતુ પ્રાણી તરીકે રાખવા અને અન્ય હેતુઓ માટે પ્રતિબંધિત મૂકવામાં આવ્યો છે. પેનલે 23 શ્વાનની બ્રીડની ઓળખ કરી છે, જેમાં મિક્સ અને ક્રોસ બ્રીડિંગનો સમાવેશ થાય છે, જે માનવ જિંદગી માટે આક્રમક અને જોખમી સાબિત થઈ શકે છે.
આ પણ વાંચો: AMC Junior Clerk Bharti: ક્લાર્કની નોકરી માટે ઉત્તમ તક, જાણો પગાર સહિત અરજીની વિગતો
લિસ્ટમાં આ શ્વાનના નામ
પીટબુલ ટેરિયર, ટોસા ઇનુ, અમેરિકન સ્ટાફોર્ડશાયર ટેરિયર, ફિલા બ્રાઝિલીરો, ડોગો આર્જેન્ટિનો, અમેરિકન બુલડોગ, બોઅરબોએલ કાંગલ, મધ્ય એશિયન શેફર્ડ ડોગ અને કોકેશિયન શેફર્ડ ડોગ એ બ્રીડમાં સામેલ છે જે કેન્દ્ર દ્વારા પ્રતિબંધિત કરવાની માંગ કરવામાં આવી છે. અન્ય બ્રીડમાં દક્ષિણ રશિયન શેફર્ડ, ટોર્નજૈક, સરપ્લાનિનૈક, જાપાનીઝ ટોસા અને અકીતા, માસ્ટિફ, ટેરિયર્સ, રોડેસિયન રિજબેક, વુલ્ફ ડોગ, કેનારીયો, અકબાશ ડોગ, મોસ્કો ગાર્ડ ડોગ, કેન કોર્સો અને બેનડોગનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT