CBSE Board Result 2024: CBSE બોર્ડના ધોરણ 10 અને 12ની પરીક્ષાના પરિણામોની 30 લાખથી વધારે વિદ્યાર્થીઓ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. રિપોર્ટ અનુસાર, આવતા મહિને મે મહિનામાં પરિણામ જાહેર થવાની પૂરી સંભાવના છે. સૂત્રોનું માનીએ તો CBSE બોર્ડ મેના પહેલા કે બીજા સપ્તાહમાં ધોરણ 10 અને 12ના પરિણામો જાહેર કરી શકે છે. એવું માનવામાં આવે છે કે પરિણામ 10 અને 15 મે વચ્ચે જાહેર કરવામાં આવશે. ઉમેદવારો સત્તાવાર વેબસાઈટ cbse.gov.in પર જઈને તેમનું પરિણામ જોઈ શકે છે.
ADVERTISEMENT
અહીં ચેક કરી શકશો પરિણામ
- cbseresults.nic.in
- cbse.nic.in
- cbse.gov.in
- digilocker.gov.in
- results.gov.in
- DigiLocker
- UMANG
આ રીતે ચેક કરી શકશો પરિણામ
- સૌથી પહેલા સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર જાઓ.
- ત્યાં CBSE Board Result 2024 લિંક પર ક્લિક કરો
- તમારા રોલ નંબર અને રોલ કોડની મદદથી લોગીન કરો.
- આ પછી તમારું પરિણામ તમારી સામે સ્ક્રીન પર દેખાશે.
- તમે તેને સરળતાથી ચકાસી શકો છો અને તેને ડાઉનલોડ કરી શકો છો.
ગયા વર્ષે ક્યારે જાહેર થયું હતું પરિણામ?
વર્ષ 2023માં CBSE બોર્ડના ધોરણ 10 અને 12ના પરિણામો 12 મે 2023ના રોજ એકસાથે જાહેર કરવામાં આવ્યા હતા. દસમાની પરીક્ષા 15 ફેબ્રુઆરીથી 21 માર્ચ 2023 દરમિયાન લેવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022માં બોર્ડે 22 જુલાઈ 2022ના રોજ પરિણામ જાહેર કર્યું હતું. આમ, એવો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે બોર્ડ 20 મે સુધીમાં ધોરણ 10 અને 12નું પરિણામ એકસાથે જાહેર કરી શકે છે. જોકે, બોર્ડે પરિણામની તારીખ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર સૂચના જારી કરી નથી.
ADVERTISEMENT