CBSE 10th, 12th Board Exam 2024 Big Update: CBSE બોર્ડની ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની તારીખની રાહ જોઈ રહેલા લાખો વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા 2023-24 પહેલા જરૂરી અપડેટ્સ આપ્યા છે. બોર્ડનું કહેવું છે કે ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષામાં કોઈપણ વિદ્યાર્થીને કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન આપવામાં આવશે નહીં. સાથે જ ઓવરઓલ ડિવિઝન અથવા એગ્રીગેટ માર્કસ ન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.
ADVERTISEMENT
ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં અપાયઃ સંયમ ભારદ્વાજ
CBSE એક્ઝામ કંટ્રોલર સંયમ ભારદ્વાજે કહ્યું કે, સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષામાં કોઈ ડિવિઝન કે ડિસ્ટિંક્શન નહીં આપે. માહિતી આપતાં તેમણે જણાવ્યું કે, કોઈ ઓવરઓલ ડિવિઝન, ડિસ્ટ્રિક્શન અથવા એગ્રીગેટ એટલે કે તમામ વિષયોમાં મેળવેલા કુલ માર્ક્સનો સરવાળો આપવામાં આવશે નહીં.
CBSE બોર્ડ પરીક્ષા 2024 ક્યારે યોજાશે?
CBSE બોર્ડની પરીક્ષાઓ અંદાજે 55 દિવસમાં લેવામાં આવશે. બોર્ડ દ્વારા જારી કરવામાં આવેલી સત્તાવાર સૂચના અનુસાર, CBSE ધોરણ 10 અને 12 માટે શૈક્ષણિક વર્ષ 2023-24ની બોર્ડની પરીક્ષાઓ 15મી ફેબ્રુઆરી, 2024થી આયોજન કરશે. ધોરણ 10ની પરીક્ષા 21 માર્ચ અને ધોરણ 12ની પરીક્ષા 5 એપ્રિલ, 2024 સુધીમાં પૂરી થવાની ધારણા છે. દર વર્ષે 35થી 40 લાખ વિદ્યાર્થીઓ ધોરણ 10 અને ધોરણ 12 માટે CBSE સાથે રજિસ્ટ્રેશન કરાવે છે. બોર્ડ ઉચિત સમયે પરીક્ષા પહેલા તેની સત્તાવાર વેબસાઇટ પર ડેટશીટ જાહેર કરશે.
ADVERTISEMENT