CBI Operation Chakra 2: સીબીઆઇએ અમેઝોન અને માઇક્રોસોફ્ટની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ ધરી છે. ત્યાર બાદ કેન્દ્રીય એજન્સીએ 76 સ્થળો પર દરોડા પાડ્યા હતા. જેને કેન્દ્રીય એજન્સીએ ઓપરેશન ચક્ર-2 નામ આપવામાં આવ્યું છે.
ADVERTISEMENT
CBI ને માઇક્રોસોફ્ટ અને એમેઝોને ફરિયાદ દાખલ કરી
CBI Operation Chakra 2: સાઇબર ક્રાઇમ કરનારા લોકો પર નકેલ કસવા માટે કેન્દ્રીય અન્વેષણ બ્યૂરો (CBI) એ બુધવારે દેશવ્યાપી અભિયાન ઓપરેશન ચક્ર-2 ચલાવ્યું છે. દેશના અલગ અલગ રાજ્યોમાં ખાસ કરીને મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ, કર્ણાટક, હરિયાણા, કેરળ, તમિલનાડુ, પંજાબ, બિહાર, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળ સહિત 76 સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ દરમિયાન સાયબર ક્રાઇમમાં સંલિપ્ત ગુનેગારોની ધરપકડ કરવામાં આવી.
અનેક બેંકોના ખાતા ફ્રીઝ, 15 ઇમેઇલ જપ્ત કરવામાં આવ્યા
કેન્દ્રીય તપાસ એજન્સીએ 5 કેસ પણ દાખલ કર્યા છે. આ કાર્યવાહી એમેઝોન અને માઇક્રોસોફ્ટ દ્વારા ફરિયાદ કરવામાં આવ્યા બાદ કરાઇ હતી. ફરિયાદ બાદ સીબીઆઇ હવે હરકતમાં આવી ચુકી છે. સીબીઆઇના અનુસાર સર્ચ દરમિયાન 32 મોબાઇલ ફોન, 48 લેપટોલ, બે સર્વરની તસ્વીર, 33 સીમ કાર્ડ અને પેન ડ્રાઇવ જપ્ત કર્યા છે. આ દરમિયાન સીબીઆઇએ અનેક બેંકોના ખાતા પણ ફ્રીઝ કર્યા છે. સીબીઆઇએ 15 ઇમેઇલ ખાતાની ડિટેલ પણ જપ્ત કરી છે. તેમાં આરોપીઓના તે કાવત્રાની માહિતી પણ મળી છે. જેનાથી તે લોકોને ઠગતા હતા.
ADVERTISEMENT