CBIએ સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ કર્યો દાખલ, ઘરની તલાશી પણ લીધી

મુંબઈ: શાહરૂખના પુત્રના મામલામાં ચર્ચામાં આવેલા અધિકારી સમીર વાનખેડે સામે કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્યો સામે કેસ નોંધ્યો છે. CBIએ IRS…

gujarattak
follow google news

મુંબઈ: શાહરૂખના પુત્રના મામલામાં ચર્ચામાં આવેલા અધિકારી સમીર વાનખેડે સામે કેસ નોંધવામાં આવ્યો છે. સીબીઆઈએ સમીર વાનખેડે અને અન્યો સામે કેસ નોંધ્યો છે. CBIએ IRS ઓફિસર સમીર વાનખેડે અને અન્યો વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)ના ભૂતપૂર્વ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ નોંધ્યો છે. તે સમીર વાનખેડેએ  ઓક્ટોબર 2021 માં મુંબઈમાં કોર્ડેલિયા ક્રુઝ શિપ પર વિવાદાસ્પદ ડ્રગ્સ દરોડાનું નેતૃત્વ કર્યું હતું. જેમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન સહિત અન્ય લોકોની ધરપકડ કરી હતી. એજન્સીએ તેની તપાસના ભાગરૂપે અન્ય બે જાહેર સેવકો અને બે ખાનગી વ્યક્તિઓના ચાર શહેરો – દિલ્હી, મુંબઈ, કાનપુર અને રાંચીમાં વાનખેડેના ઘર સહિત 28 અન્ય સ્થળોએ દરોડા પાડ્યા હતા.

એનસીબીએ સમીર વાનખેડે સામે વિજિલન્સ તપાસ હાથ ધરી હતી
જ્યારે NCBમાં સમીર વાનખેડેએ શાહરૂખ ખાનના પુત્ર વિરુદ્ધ ડ્રગ્સ કેસની તપાસ કરી હતી. તે સમયે તેઓ એનસીબીના વડા હતા. બાદમાં આર્યનને કોર્ટમાંથી જામીન મળી ગયા હતા. અને ડ્રગ્સનો કેસ પૂરો થયો હતો. આર્યન ખાન કેસ બાદ એનસીબીએ સમીર વાનખેડે સામે વિજિલન્સ તપાસ હાથ ધરી હતી. જેનો રિપોર્ટ ગૃહ મંત્રાલયને પણ સોંપવામાં આવ્યો હતો. જેમાં વાનખેડે પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા.NCB સુપરિન્ટેન્ડેન્ટ વીવી સિંહ, જેઓ વિજિલન્સ તપાસ પછી આર્યન ખાન કેસના પ્રારંભિક તપાસ અધિકારી (IO) હતા, તેમને 25 એપ્રિલે સેવામાંથી બરતરફ કરવામાં આવ્યા હતા.

સીબીઆઈને પત્ર લખ્યો હતો
એનસીબીએ લાંચ કેસમાં વાનખેડે અને અન્ય લોકોની તપાસ કરવા માટે સીબીઆઈને પત્ર લખ્યો હતો. વાનખેડેને ગયા વર્ષે NCBમાંથી દૂર કરવામાં આવ્યો હતો કારણ કે સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) એ કોર્ડેલિયા દરોડામાં વિસંગતતા મળી હતી અને આર્યન ખાનને ક્લીનચીટ આપી હતી. વાનખેડે હાલમાં ચેન્નાઈમાં ડાયરેક્ટર જનરલ ઓફ ટેક્સપેયર્સ સર્વિસીસ (DGTS)ની ઓફિસમાં પોસ્ટેડ છે.

    follow whatsapp