child trafficking NEWS: બાળ તસ્કરીના (child trafficking) મામલામાં દિલ્હીના કેશવ પુરમ વિસ્તારમાં CBI એ દરોડા પડ્યા છે. CBIની ટીમ શુક્રવારથી અહીં દરોડા પાડી રહી છે. આ ઓપરેશન દરમિયાન CBIની ટીમે એક ઘરમાંથી બે નવજાત શિશુઓ કબજે કર્યા હતા. પ્રાથમિક તપાસમાં નવજાત બાળકોના ખરીદ-વેચાણનો મામલો હોવાનું જણાય હતું.
ADVERTISEMENT
હાલમાં સીબીઆઈની ટીમ આ કેસમાં બાળકોને વેચનાર મહિલા અને તેમને ખરીદનાર વ્યક્તિની પણ પૂછપરછ કરી રહી છે. દરોડા દરમિયાન કેશવ પુરમ પોલીસ સ્ટેશનની પોલીસ પણ સ્થળ પર હાજર છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ માનવ તસ્કરી ગેંગના લોકો હોસ્પિટલમાંથી નવજાત શિશુઓની ચોરી કરતા હતા.
CBIની ટીમ દ્વારા 7-8 નવજાત બાળકોનું કરાયું રેસ્ક્યૂ
બાળ તસ્કરીના આ કેસમાં CBIએ દિલ્હી-એનસીઆરમાંથી કેટલાક લોકોની ધરપકડ કરી છે જેઓ બાળકોનો વેપાર કરતાં હતા અને અત્યાર સુધીમાં CBIની ટીમે 7-8 બાળકોને બચાવ્યા છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલાક પુરુષો અને મહિલાઓનો સમાવેશ થાય છે.
ADVERTISEMENT