ADVERTISEMENT
CBI Action: વર્ષ 2016થી લઈને 2023 સુધી અનેક રેલવે પ્રોજેક્ટ્સમાં રૂ. 60 કરોડનું કૌભાંડ થયું હતું. જેને લઈને હવે CBIએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. આ મામલે રેલવે અત્યાર સુધીમાં 7 કર્મચારીઓ સામે કેસ નોંધી ચૂકી છે, આ સિવાય CBIએ ખાનગી કંપની (બીઆઈપીએલ) સામે પણ કેસ નોંધ્યો છે.
16 ઠેકાણાઓ પર દરોડા
આ મામલે સીબીઆઈએ અત્યાર સુધીમાં આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હી સાથે સંબંધિત 16 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ દરોડામાં સીબીઆઈની ટીમને ઘણા શંકાસ્પદ ડોક્યુમેન્ટ અને આરોપીઓની સંપત્ સાથે જોડાયેલા દસ્તાવેજો મળી આવ્યા છે.
કોની સામે ચાલી રહી છે કાર્યવાહી?
CBIના અધિકારીઓ પાસેથી મળેલી માહિતી અનુસાર, આ કેસમાં તત્કાલિન ડેપ્યુટી ચીફ એન્જિનિયર નિર્માણ રામપાલ, તત્કાલિન વરિષ્ઠ અધિક્ષક એન્જિનિયર ઋતુરાજ ગોગોઈ, ધીરજ ભાગવત, મનોજ સૈકિયા, મિથુન દાસ, તત્કાલીન ડેપ્યુટી ચીફ એન્જિનિયર જીતેન્દ્ર ઝા, બીયુ લસ્કર અને બીઆઈપીએલ સામેલ છે.
કેસની તપાસમાં અનેક ખુલાસા થયા
આસામ, ત્રિપુરા, મણિપુર અને દિલ્હીમાં 16 ઠેકાણાઓ પર તપાસ ચાલી રહી છે. સીબીઆઈએ આ સ્થળો પરથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો કબજે કર્યા છે. આ દસ્તાવેજો લાંચ કેસ સાથે સંબંધિત છે. આ કેસની તપાસમાં અનેક ખુલાસા થઈ રહ્યા છે. સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશનની તપાસમાં સામે આવ્યું છે કે આરોપી રેલવે અધિકારીઓએ તેમના સંબંધિત બિલની ચુકવણીમાં અનિયમિતતા આચરી છે. ભેટ તરીકે આરોપીએ ખાનગી કંપની પાસેથી તેના સંબંધીઓ, મિત્રો અને પરિચિતોના બેંક ખાતામાં ગેરકાયદેસર રીતે પૈસા ટ્રાન્સફર કરાવ્યા હતા.
BIPLએ રેલવે અધિકારીઓને આપી હતી લાંચ
તમને જણાવી દઈએ કે, આ મામલો ગયા વર્ષે ફેબ્રુઆરીમાં 2 કરોડ રૂપિયાની લાંચ લેવાના આરોપમાં પૂર્વોત્તર રેલવે અધિકારી સંતોષ કુમારની ધરપકડ બાદ સામે આવ્યો હતો. દરોડા દરમિયાન મળેલા દસ્તાવેજોમાંથી મળેલી માહિતી અનુસાર, BIPLએ રેલવે અધિકારીઓને 60 કરોડ રૂપિયાથી વધુની લાંચ આપી હતી.
ADVERTISEMENT