Mahua Moitra’s Parliament Membership Cancelled: પૈસા લઈને સંસદમાં સવાલ પૂછવાના આરોપમાં ઘેરાયેલા TMC સાંસદ મહુઆ મોઇત્રાની મુશ્કેલી વધવાની છે. ખરેખર, એથિક્સ કમિટીએ તપાસ બાદ પોતાનો રિપોર્ટ સોંપી દીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 500 પેજના આ રિપોર્ટમાં મહુઆ મોઇત્રાના સંસદ સભ્યપદ રદ કરવાની માંગ કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, મહુઆ મોઇત્રાએ જે કર્યું તે અત્યંત વાંધાજનક, અનૈતિક અને ગુનો છે. કમિટીના રિપોર્ટમાં ટીએમસી સાંસદ સામે કડક કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે. સાથે જ આ મામલે કાયદાકીય અને સંસ્થાકીય તપાસની ભલામણ પણ કરવામાં આવી છે.
ADVERTISEMENT
મોઇત્રા સામે થવી જોઈએ કડક કાર્યવાહીઃ રિપાર્ટ
રિપોર્ટ અનુસાર, ‘મહુઆ મોઇત્રાએ પોતાનો સંસદીય લોગિન અને પાસવર્ડ એક અનધિકૃત વ્યક્તિ બિઝનેસમેન દર્શન હિરાનંદાની સાથે શેર કર્યો હતો અને તેના બદલામાં પૈસા અને અન્ય ગિફ્ટ્સ લીધી હતી. આ એક ગંભીર મામલો છે અને તેના માટે કડક સજા થવી જોઈએ.’ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ રિપોર્ટ સંસદના શિયાળુ સત્ર દરમિયાન લોકસભા અધ્યક્ષને સુપરત કરવામાં આવશે અને ચર્ચા બાદ આગળની કાર્યવાહી નક્કી કરવામાં આવશે. મહુઆ મોઇત્રા ગુરુવારે સાંજે એથિક્સ કમિટી સમક્ષ હાજર થઈ શકે છે.
મહુઆ મોઇત્રાએ કમિટી પર લગાવ્યા આરોપ
તમને જણાવી દઈએ કે, ગત 2 નવેમ્બરના રોજ જ્યારે મહુઆ મોઇત્રા એથિક્સ કમિટી સમક્ષ હાજર થયા હતા, ત્યારે તેમણે બેઠક બાદ કમિટી પર અનૈતિક અને અંગત પૂછવાનો આરોપ લગાવ્યો હતો. કમિટીના અધ્યક્ષ ભાજપ સાંસદ વિનોદ કુમાર સોનકરે મહુઆ મોઇત્રાને તેમના અને દર્શન હિરાનંદાની સાથેના સંબંધોને લઈને સવાલ પૂછ્યા હોવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ જય અનંત દેહાદરાયને લઈને પણ સવાલો કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઈએ કે જય અનંત દેહાદરાયે જ મહુઆ મોઇત્રા વિરુદ્ધ સીબીઆઈમાં ફરિયાદ કરી હતી. જે બાદ બીજેપી સાંસદ નિશિકાંત દુબેએ આ મામલાની ફરિયાદ લોકસભા સ્પીકર ઓમ બિરલાને કરી હતી.
શું લાગ્યા છે આરોપ?
ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ પણ સોશિયલ મીડિયા પોસ્ટમાં દાવો કર્યો છે કે લોકપાલે મહુઆ મોઇત્રા પર લાગેલા આરોપોની સીબીઆઈ તપાસનો આદેશ આપ્યો છે. નિશિકાંત દુબેએ લખ્યું કે મારી ફરિયાદના આધારે લોકપાલે મહુઆ મોઇત્રાના ભ્રષ્ટાચાર અને રાષ્ટ્રીય સુરક્ષાને દાવ પર લગાવવાના મામલાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાનો આદેશ આપ્યો છે. આરોપ છે કે મહુઆ મોઇત્રાએ બિઝનેસમેન દર્શન હિરાનંદાની પાસેથી પૈસા લઈને સંસદમાં પીએમ મોદી અને બિઝનેસમેન ગૌતમ અદાણી પર નિશાન સાધતા સવાલો પૂછ્યા હતા. આ ઉપરાંત મહુઆ મોઇત્રા પર તેમનો સંસદીય લોગિન પાસવર્ડ દર્શન હિરાનંદાની સાથે શેર કરવાનો આરોપ છે.
ADVERTISEMENT