લખનઉ : મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના જનતા દર્શન કાર્યક્રમમાં જઇ રહેલા શ્રાવસ્તીના ભાજપ નેતાની ગાડીના ડેશબોર્ડમાં કારતુસ મળતા હડકંપ મચી ગયો હતો. ચેકિંગ દરમિયાન .315 બોરની બે કારતુસ મળી આવ્યા બાદ ગાડીમાં બેઠેલા તમામ પાંચ લોકોની કસ્ટડીમાં લઇને પોલીસ અને એલઆઇયૂની સાથે જ આઇબી દ્વારા પણ પુછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
ADVERTISEMENT
શ્રાવસ્તી જિલ્લાના ભિનગા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 13 જુન,2023 ના રોજ સેમરી ચકપિહાની નિવાસી ભાજપ નેતા માતા પ્રસાદ ઉર્ફે કરિયાની ઢોરમાર મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ મામલે પોલીસ કલ 9 આરોપીઓમાંથી સાતને જેલ હવાલે કરી દેવામાં આવ્યા છે. આ મામલે પોલીસે નવ આરોપીઓમાંથી સાતને જેલ મોકલી ચુકી છે. જો કે બંન્ને આરોપીઓ ફરાર છે. આ આરોપીઓની ધરપકડ માટે ભાજપ નેતાએ ભાઇ-કાકા સહિત અન્ય લોકો સોમવારે સ્કોર્પિયોથી ગોરખનાથ મંદિરમાં મુખ્યમંત્રીના જનતા દર્શન કાર્યક્રમમાં ભાગ લેવા માટે પહોંચ્યા હતા.
પોલીસ અધિકારીના અનસાર સવારે પાંચ વાગ્યે મંદિર ગેટ પર ચેકિંગ દરમિયાન તેમની ગાડીના ડેશબોર્ડમાં .315 બોરની બે કારતુસ મળી આવી હતી. આ અંગે સુરક્ષા કર્મચારીઓએ સ્કોર્પિયો ચલાવનારા તમામ લોકોને તત્કાલ કસ્ટડીમાં લીધા અને આ મામલે તપાસ શરૂ કરી દીધી હતી. પોલીસની સાથે જ એલઆઇયુ અને આઇબીએ પુછપછ શરૂ કરી. બીજી તરફ શ્રાવસ્તી પોલીસ આ અંગે માહિતી મેળવી રહી છે.
શરૂઆતી તપાસમાં સામે આવી રહ્યું છે કે, તમામ હત્યાના આરોપીઓની ધરપકડની માંગ અંગે મુખ્યમંત્રીને મળવા જઇ રહ્યા હતા. જો કે પોલીસે દરેક પાસાની તપાસ શરૂ કરી દીધી છે. તેમનો ગુનાહિત રેકોર્ડ પણ તપાસ કરવામાં આવી રહ્યો છે. આ મામલે એસએસપી ડૉ. ગૌરવ ગ્રોવરે કહ્યું કે, ગોરખનાથ મંદિર ગેટ પર ચેકિંગ દરમિયાન એક ગાડીના ડેશબોર્ડથી .315 બોરની બે કારતુસ મળી આવી હતી. ગાડીમાં રહેલા લોકોની પુછપરછ ચાલી રહી છે. તેમનો દાવો છે કે, તેઓ શ્રાવસ્તીના રહેવાસી છે અને સીએમ પાસે ફરિયાદ લઇને જઇ રહ્યા હતા. અન્ય માહિતી એકત્ર કરવામાં આવી રહી છે. સંપુર્ણ માહિતી મળ્યા બાદ જ આગળની કાર્યવાહી કરવામાં આવશે.
ADVERTISEMENT