નવી દિલ્હી : પત્નીની હત્યા બાદ તેનું મગજ કાઢીને ખાઇ લીધાનો હૃદયદ્રાવક કિસ્સો સામે આવ્યો છે. પોલીસે જણાવ્યું કે, વ્યક્તિએ પોતાની પત્નીનું મગજ ટૈકોસમાં મુકીને ખાધું હતું. ટૈકો એક પારંપારિક મૈક્સિકન ડિશ છે. આ મામલે એક 32 વર્ષીય મૈક્સિકન વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. તેણે કથિત રીતે ગત્ત અઠવાડીયે 29 જુને નીશીલી દવાઓ ખવડાવીને પોતાની પત્નીની હત્યા કરી દીધી હતી. હત્યા બાદ તેણે શબની સાથે જે કર્યું તે ખુબ જ હૃદય દ્રાવક છે.
ADVERTISEMENT
બ્રિટિશ ન્યૂઝ પોર્ટલ ધ મિરરના રિપોર્ટ અનુસાર આરોપી પતિની ઓળખ અલ્વારો તરીકે થઇ જ્યારે પીડિત પત્નીનું નામ મારિયા મોટસેરાટ હોવાનું જણાવાઇ રહ્યું છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, તેણે હત્યા બાદ જ્યાં મહિલાને મોકલી તો ટૈકોસમાં મુકીને ખાધું. બીજી તરફ તેના માથાનો ઉપયોગ એશ ટ્રે તરીકે કરી રહ્યા હતા. રિપોર્ટ અનુસાર પતિ અલવારો અને પીડિતા મારિયા મોટસેરાટના લગ્ન એક વર્ષ કરતા પણ ઓછા સમય પહેલા થઇ હતી. તેમના ગત્ત લગ્નથી પાંચ પુત્રીઓ છે. સૌથી નાની પુત્રીની ઉંમર 12 વર્ષની છે અને સૌથી મોટી 23 વર્ષની છે.
પુછપરછ દરમિયાન અલ્વારોએ અધિકારીઓને જણાવ્યું કે, તેમણે આ ભીષણ અપરાધ સાંતા મુએર્ટે અને એક શેતાનના આદેશ પર કર્યું હતું. સાંતા મુએર્ટેને મૃત્યુનો અવતાર કહેવામાં આવે છે અને મૈક્સિકો તથા પાડોશી અમેરિકામાં તેની પુજા થાય છે. કૈથોલિક ધર્મમાં ઉત્પન્ન થયેલા અન્ય સંતોના વિપરીત, સાંતા મુએર્ટેને સ્વયંક એક મૃત વ્યક્તિ તરીકે નથી જોવામાં આવતા, પરંતુ તેમને મૃત્યુના દેવી કહેવામાં આવે છે.
પત્નીની હત્યા કર્યા બાદ આરોપીએ શબના ટુકડા ટુકડા કરી દીધા અને અવશેષોને પ્લાસ્ટિકની થેલીઓમાં ભરી દીધા. હત્યારાએ શરીરના કેટલાક હિસ્સાને ખડ્ડામાં ફેંકી દીધા અને બાકીના ઘર પર રાખ્યું હતું. બે દિવસ બાદ અપરાધની ખબર ત્યારે પડી જ્યારે તેણે ગુનો કબુલ કરવા માટે સૌતેલી પુત્રીને બોલાવી. સ્થાનિક લોકોએ વ્યક્તિને પ્યૂબ્લાનો નરભક્ષી નામ આપ્યું છે.
ADVERTISEMENT