કેનેડાના લોકોને નહી મળે ભારતના વીઝા, નિજ્જર મામલે આરોપો રાજનીતિથી પ્રેરિત: વિદેશ મંત્રાલય

India-Canada Conflict: ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ભારત અને કેનેડામાં વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે, તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે. India-Canada Tension  ખાલિસ્તાન…

Canada-india raw

Canada-india raw

follow google news

India-Canada Conflict: ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ભારત અને કેનેડામાં વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે કહ્યું કે, તમામ આરોપો રાજનીતિથી પ્રેરિત છે.

India-Canada Tension  ખાલિસ્તાન સમર્થક હરદીપસિંહ નિજ્જરની હત્યા અંગે ભારત અને કેનેડામાં વિવાદ વચ્ચે કેન્દ્ર સરકારે ગુરૂવારે મોટો નિર્ણય લીધો છે. વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ જણાવ્યું કે, કેનેડાના લોકોને હાલ વીઝા નહી મળે. તેની પાછળ તેમણે સુરક્ષાના કારણો આપ્યો હતો. બાગચીએ હરદીપ સિંહ નિજ્જરનીહ ત્યામાં ભારતીય એજન્ટોની શક્ય સંડોવણીના આરોપ અંગે કહ્યું કે, તેઓ રાજનીતિથી પ્રેરિત છે. આ આરોપ નિરાધાર છે. આ સમગ્ર મામલે કેનેડા સરકાર તરફથી કોઇ માહિતી આપવામાં આવી નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ કેનેડાના વડાપ્રધાન જસ્ટિસ ટ્રુડોએ દાવો કર્યો હતો કે, ભારતીય એજન્ટનું નિજ્જરના મર્ડરમાં હાથ હોઇ શકે છે.

કેનેડા અંગે શું કહ્યું?

બાગચીએ કહ્યું કે, અમે ઉપલબ્ધ કરાવાયેલી કોઇ વિશિષ્ઠ માહિતી પર અમે એક્શન માટે તૈયાર છીએ, પરંતુ અત્યાર સુધી અમને કેનેડાથી કોઇ ખાસ માહિતી મળી નથી. અમારા તરફથી કેનેડામાં રહીને કેટલાક લોકો દ્વારા ગુનાહિત ગતિવિધિઓ અંગે પુરાવા કેનેડાની સાથે શેર કરવામાં આવ્યા છે, જો કે તેમના પર કાર્યવાહી નથી કરવામાં આવી.

બાગચીએ વધારેમાં જણાવ્યું કે, કેનેડાના પીએમ જસ્ટિન ટ્રુડોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે મુલાકાત દરમિયાન અનેક મામલા ઉઠાવ્યા હતા. તે અંગે પીએમ મોદીએ ફગાવી દીધા હતા. તેમણે જણાવ્યું કે, 20 કરતા વધારે એવા કિસ્સા છે જે અંગે ભારતે લિસ્ટ સોંપ્યું છે. તે અંગે કેનેડીયન સરકારને એક્શન માટે કહ્યું છે.

બાગચીએ કહ્યું કે, પ્રતિષ્ઠાને નુકસાનની વાત નહી કરે જો કોઇ દેશ છે જેને ચિંતા કરવાની જરૂર છે તો તેઓ કેનેડા છે. જેની આતંકવાદીઓ, ઉગ્રવાદીઓ અને સંગઠિત ગુનાઓ માટે એક સુરક્ષીત અડ્ડા તરીકે પ્રતિષ્ઠા વધી રહી છે.

વિદેશ મંત્રાલયે શું કહ્યું?

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, કેનેડામાં જે હાઇ કમીશન અને કોન્સુલેટ છે, તેને સુરક્ષાની ચિંતા છે. ધમકીઓ મળી રહી છે તેનું સામાન્ય કામકાજ પ્રભાવિત થઇ રહ્યું છે. માટે હાઇ કમીશન અને કોન્સ્યુલેટ વિઝા અસ્થાઇ રીતે વીઝા એપ્લીકેશન પ્રોવાઇડ નથી કરી રહ્યું અને તેની સમીક્ષા થતી રહેશે.

કેનેડામાં ભારત વાણિજ્ય દુતાવાસમાં સુરક્ષા વધારવાના સવાલના જવાબમાં બાગચીએ કહ્યું કે, અમારુ માનવું છે કે, સુરક્ષા આપવી મેજબાન સરકારની જવાબદારી છે. કેટલાક સ્થળો પર અમારી સુરક્ષા વ્યવસ્થા પણ છે, પરંતુ તે અંગે જાહેર રીતે ચર્ચા કરવી યોગ્ય નથી. આ યોગ્ય સ્થિતિ નથી.

    follow whatsapp