કેનેડાથી આવ્યા ખરાબ સમાચાર, પ્લેન ક્રેશમાં બે ભારતીય પાઈલોટના મોત

Canada Plane Crash: કેનેડામાં પ્લેન ક્રેશ થયું છે. ભારતના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના ત્યાં મોત થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના રહેવાસી હતા.…

gujarattak
follow google news

Canada Plane Crash: કેનેડામાં પ્લેન ક્રેશ થયું છે. ભારતના બે ટ્રેઇની પાઇલટ સહિત ત્રણ લોકોના ત્યાં મોત થયા છે. બંને ટ્રેઈની પાઈલટ મુંબઈના રહેવાસી હતા. તેમના નામ અભય ગડરૂ અને યશ વિજય રામુગડે હતા.

મળતી માહિતી મુજબ, આ દુર્ઘટના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના વાનકુવરથી લગભગ 100 કિલોમીટર દૂર પૂર્વ વિસ્તારમાં બની હતી. ત્યાં ચિલીવેકમાં, નાનું વિમાન એરપોર્ટ નજીક એક મોટેલની પાછળ ક્રેશ થયું, જેમાં બે તાલીમાર્થી પાઇલોટ અને અન્ય એક સવારના મોત થયા. RCMPનું કહેવું છે કે અકસ્માત બાદ પરિવારજનોને જાણ કરવામાં આવી છે.

‘દુર્ઘટનાના કારણની કેનેડા તપાસ કરશે’

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે અકસ્માત કેવી રીતે થયો? કેનેડિયન પોલીસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પાઇપર PA-34 સેનેકા, એક ટ્વીન એન્જિન લાઇટ એરક્રાફ્ટ, ઝાડ અને ઝાડીઓ સાથે અથડાયું હતું. કેનેડાના ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડે કહ્યું કે તે ઘટનાસ્થળે તપાસ ટીમ મોકલી રહ્યું છે. ટૂંક સમયમાં ઘટનાનું કારણ જાણવા મળશે.

‘સ્થળ પર સ્થિતિ નિયંત્રણમાં’

કેનેડાના અધિકારીઓનું કહેવું છે કે પાંચ એમ્બ્યુલન્સ અને એક ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સ્થિતિ નિયંત્રણમાં છે. આ વિસ્તારમાં કોઈને ઈજા કે જોખમ હોવાના અહેવાલ નથી. બે એર એમ્બ્યુલન્સ હેલિકોપ્ટર પણ મોકલવામાં આવ્યા હતા. પરંતુ, બાદમાં પરત બોલાવવામાં આવ્યા હતા.

    follow whatsapp