કેનેડામાં નોકરીના ફાં-ફાં, સુપરમાર્કેટમાં નોકરી માટે ભારતીય યુવક-યુવતીઓની લાઈનો લાગી, જુઓ VIDEO

Canana Indians: ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં હાલ કેનેડા જવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અભ્યાસ અર્થે કેનેડા જતા યુવાનો પાર્ટ ટાઈમ નોકરી…

gujarattak
follow google news

Canana Indians: ભારતીય વિદ્યાર્થીઓ ખાસ કરીને ગુજરાતના યુવાનોમાં હાલ કેનેડા જવાનો ભારે ક્રેઝ જોવા મળી રહ્યો છે. અભ્યાસ અર્થે કેનેડા જતા યુવાનો પાર્ટ ટાઈમ નોકરી પણ કરતા હોય છે અને પોતાનો ખર્ચ કાઢતા હોય છે. આ વચ્ચે કેનેડામાં રોજગારી માટે ભારે સ્પર્ધા જોવા મળી રહી છે. લાખો રૂપિયાનો ખર્ચ કરીને કેનેડા જનારા ભારતીયો નોકરી શોધવા ભારે વલખા મારતા હોય તેવી સ્થિતિ દર્શાવતો એક વીડિયો હાલમાં સામે આવ્યો છે.

સોશિયલ મીડિયામાં વાઈરલ થયેલા વીડિયોમાં ભારતીય યુવક અને યુવતીઓ લાંબી લાઈનમાં ઊભેલા જોવા મળે છે. એવું કહેવાઈ રહ્યું છે કે કેનેડામાં જોબ ફેરમાં યુવક-યુવતીઓની લાંબી લાઈન લાગી છે. સુપરમાર્કેટમાં નોકરી મેળવવા માટે આ યુવક અને યુવતીઓ લાઈન લગાવીને ઊભેલા છે. લાઈનમાં દેખાતા યુવાઓમાં મોટાભાગના ભારતીયો દેખાઈ રહ્યા છે. જેથી સમજી શકાય છે કે કેનેડામાં નોકરી માટે કેટલી સ્પર્ધા છે. જોકે ગુજરાત TAK વીડિયોની પુષ્ટિ કરતું નથી.

નોંધનીય છે કે, કેનેડામાં મોટી સંખ્યામાં ગુજરાતમાંથી વિદ્યાર્થીઓ અભ્યાસ માટે જઈ રહ્યા છે અને બાદમાં ત્યાંના PR મેળવીને સેટલ પણ થઈ જતા હોય છે. જોકે આ વાઈરલ વીડિયો ત્યાં હાલ કેવી સ્થિતિ છે તેને દર્શાવી રહ્યો છે.

    follow whatsapp