તમે એક વાક્ય તો સંસ્કૃતમાં બોલી બતાવો, રાષ્ટ્રભાષા જાહેર કરવા મુદ્દે SCની વણઝારા પર ટિપ્પણી

દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા મુદ્દે દાખલ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન તેમણે…

gujarattak
follow google news

દિલ્હીઃ સુપ્રિમ કોર્ટમાં સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરવા મુદ્દે દાખલ અરજી પર સુનાવણી કરવામાં આવી હતી. આ દરમિયાન કોર્ટે અરજીને ફગાવી દીધી છે. આ દરમિયાન તેમણે જણાવ્યું કે આ એક નીતિગત નિર્ણય છે, જેના માટે સંવિધાનમાં સંશોધનની જરૂર છે. આ અરજીની સુનાવણી દરમિયાન સુપ્રિમ કોર્ટે તેમને એક વાક્ય સંસ્કૃતમાં સંભળાવવા માટે પણ જણાવ્યું હતું.

આ અરજી નિવૃત્ત અમલદાર ડીજી વણઝારા વતી સુપ્રિમ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. તેમણે સંસ્કૃતને રાષ્ટ્રભાષા જાહેર કરીને ભાષાને પ્રોત્સાહન આપવાની વાત કરી હતી. તેના પર જસ્ટિસ એમઆર શાહ અને જસ્ટિસ કૃષ્ણ મુરારીની બેંચે કહ્યું, ‘આ નીતિ નિર્ણયના દાયરામાં આવે છે. આ માટે બંધારણમાં સુધારાની પણ જરૂર પડશે. કોઈ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરવા માટે સંસદમાં કોઈ રિટ જાહેર કરી શકાતી નથી.

‘ભારતના કેટલા શહેરોમાં સંસ્કૃત બોલાય છે? ‘અહીં, વણઝારાએ જવાબ આપતા કહ્યું કે તેઓ આ અંગે કેન્દ્ર પાસે ચર્ચા કરવા માટે ઈચ્છે છે. કોર્ટનો હસ્તક્ષેપ સરકારી સ્તરે ચર્ચા શરૂ કરવામાં મદદરૂપ થશે.

આ દરમિયાન બેન્ચે પૂછ્યું કે શું તમે સંસ્કૃતમાં એક વાક્ય પણ બોલશો? એટલું જ નહીં તમારી રીટ પિટિશનને સંસ્કૃતમાં અનુવાદ કરવા માટે જો તમે સમર્થ હોવ તો કરજો. આ અંગે તેમણે સંસ્કૃત ભાષામાં એક શ્લોક બોલીને સંભળાવ્યો જેના જવાબમાં બેન્ચે જણાવ્યું કે આ તો કદાચ બધાને યાદ છે.

વણઝારાએ બ્રિટિશ શાસનમાં આવેલા કોલકાતા કોર્ટના નિવેદનનો ઉલ્લેખ કર્યો
સુનાવણી દરમિયાન, વણઝારાએ બ્રિટિશ શાસન દરમિયાન કલકત્તાની કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશના નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું હતું કે તેમના દ્વારા અભ્યાસ કરાયેલી 22 ભાષાઓમાં એક વાત સ્પષ્ટ છે કે સંસ્કૃત માતૃભાષા છે. આની સાથે જ કોર્ટે કહ્યું કે, અમે પણ આ વાત સાથે સહમત છીએ. આપણે જાણીએ છીએ કે હિન્દી અને રાજ્યોની અન્ય ઘણી ભાષાઓના શબ્દો સંસ્કૃતમાંથી આવ્યા છે. પરંતુ તેના આધારે કોઈપણ ભાષાને રાષ્ટ્રભાષા તરીકે જાહેર કરી શકાય નહીં.

સરકાર સમક્ષ જવાની સુનાવણી દરમિયાન અરજદારે કલમ 32નો ઉલ્લેખ કર્યો અને કહ્યું કે સુપ્રીમ કોર્ટ પાસે આનો અવકાશ છે અને કેન્દ્રનો અભિપ્રાય જાણ્યા પછી ચર્ચા શરૂ કરી શકાય છે. આના પર, કોર્ટે કહ્યું કે જો અરજદારો આ રીતે રજૂઆત રજૂ કરવાનો વિચાર ધરાવે છે તો તેઓ આ અંગે સરકારનો સંપર્ક કરવા માટે સ્વતંત્ર છે.

    follow whatsapp