નવી દિલ્હી : હાલમાં જ આમ આદમી પાર્ટીના વડા અરવિંદ કેજરીવાલ દ્વારા ચલણી નોટો પર ગાંધીજીની સાથે સાથે હિંદુ દેવી દેવતાઓની તસ્વીરો પણ ચલણી નોટો પર છપાવી જોઇે તેવી માંગ કરી હતી. જેના પગલે હાલ આ મુદ્દે રાજનીતિ ગરમાઇ ચુકી છે. કોંગ્રેસ દ્વારા પણ અન્ય ધર્મોના દેવી દેવતાઓની નોટો પર ફોટો છપાવો જોઇએ તેવી માંગ કરી દેવાઇ છે. જો કે ચલણી નોટો પર કોની તસ્વીર લગાવવી અને શું છે તે નિયમો તે જાણવું ખુબ જ રસપ્રદ છે.
ADVERTISEMENT
દેશમાં નોટો પર કયું ચિત્ર આવશે તે RBI અને કેન્દ્ર નક્કી કરે છે
દેશમાં તમામ પ્રકારની નોટો છાપવાનો નિર્ણય આરબીઆઈ દ્વારા લેવામાં આવે છે, પરંતુ તેમાં કેન્દ્ર સરકારની સંમતિ પણ ખુબ જ જરૂરી છે. નોટની જેમ તેના પર કોઈપણ ફોટો છપાવવામાં આવશે. તેનો નિર્ણય પણ રિઝર્વ બેંક અને કેન્દ્ર સરકારની સંયુક્ત પેનલ દ્વારા લેવાતો હોય છે. રિઝર્વ બેંકના કાયદામાં નોટ પર ફોટો છાપવા અંગેના પણ કેટલાક ચોક્કસ નિયમો છે.
ચિત્ર અંગે આરબીઆઇમાં કેટલાક ચોક્કસ નિયમોનું પાલન થાય છે
રિઝર્વ બેંકે માહિતીના અધિકાર હેઠળ માંગવામાં આવેલી માહિતી અનુસાર ‘RBI એક્ટ 1934ની કલમ 25 હેઠળ કેન્દ્રીય બેંક અને કેન્દ્ર સરકાર મળીને નોટ અને તેના પર ચિત્ર છાપવાનો નિર્ણય કરે છે. જો તેમાં કોઈ ફેરફાર કરવો હોય તો પણ બંનેની સંયુક્ત પેનલ દ્વારા તેના પર ચર્ચા કરવામાં આવે છે. જો કે નોટ પર ચિત્ર છાપવાનો નિર્ણય નિયમો કરતાં વધુ રાજકીય પ્રેરિત છે અને તેમાં કેન્દ્ર સરકારની દખલગીરી હંમેશાથી વધારે રહે છે.
અગાઉ પણ રાજનેતાઓ નોટ પરથી ગાંધીજીની તસવીર હટાવવા અંગે ટીપ્પણીઓ કરી ચુક્યા છે. 2016માં મોદી સરકારે મહાત્મા ગાંધીની તસવીરના સ્થાને ડૉ.ભીમરાવ આંબેડકરની તસવીર લગાવવાની વાત કરી હતી, જો કે પછીથી આ નિર્ણય મોકૂફ રખાયો હતો.
અગાઉ પણ નોટોમાં અન્ય નેતાઓની તસ્વીરની માંગ થઇ ચુકી છે
વર્ષ 2022ના જૂનમાં પણ આરબીઆઈએ નોટ પર ગાંધીજીની તસવીર સાથે ડૉ. ભીમરાવ આંબેડકર અને ડૉ. એપીજે અબ્દુલ કલામનું વૉટરમાર્ક લગાવવાની વાત પણ ચાલી હતી. આ અંગે IIT દિલ્હીને પણ ડિઝાઇન બનાવી મંગાવવામાં આવી હતી. જો કે ચૂંટણી ગઇ અને આ મુદ્દો અભેરાઇએ ચડી ગયો હતો.
1966 પહેલા ચલણી નોટો પર નહોતા ગાંધીજી
ભારતીય નોટો પર ગાંધીજીની તસવીર 1966 થી છે. તે પહેલા નોટો પર રાષ્ટ્રીય પ્રતીક અશોક સ્તંભનું ચિન્હ જોવા મળતું હતું. આ તસવીર ઉપરાંત રોયલ બેંગાલ ટાઈગર્સ, આર્યભટ્ટ સેટેલાઇટ, ખેતી, શાલીમાર ગાર્ડન જેવા ચિત્રો પણ નોટ પર જોવા મળતા હતા. 20 રૂપિયાની નોટ પર કોણાર્ક મંદિર, 1000 રૂપિયાની નોટ પર બૃહદિશ્વર મંદિર અને 5000 રૂપિયાની નોટ પર ગેટવે ઓફ ઈન્ડિયાની તસવીરો હતી. અને ત્યારે 5 હજારની નોટ પણ હતી.
ADVERTISEMENT