West Bengal Politics : કલકત્તા હાઇકોર્ટે સોમવારે તૃણમુલ કોંગ્રેસ (ટીએમસી) નેતા અભિષેક બેનર્જીને આદેશ આપ્યો કે તેઓ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓના આવાસનો ઘેરાવ કરવાની અપીલ યોજનાને આગળ ન વધારે કારણ કે તેમાં મોટા પ્રમાણમાં જનતા પ્રભાવિત થશે. ચીફ જસ્ટિસ ટીએસ શિવગણનમ અને જસ્ટિસ હિરણ્મય ભટ્ટાચાર્યની ખંડપીઠે કહ્યું કે, ટીએમસી અને ભાજપ જેવા રાજનીતિક પ્રતિદ્વંદી પોતાની રાજનીતિક લડાઇ લડી શકે છે, જો કે તેમાં જનતાને બિનજરૂરી રીતે સમાવેશ ન કરવામાં આવવો જોઇએ. ખંડપીઠ ભાજપ નેતા અને રાજ્યના નેતા વિપક્ષ શુભેંદુ અધિકારી દ્વારા દાખલ એક જનહિત અરજી પર સુનાવણી કરી રહી હતી.
ADVERTISEMENT
બાર એન્ડ બેંચની રિપોર્ટ અનુસાર સુનાવણી ચીફ જસ્ટિસ શિવગણને મૌખિક રીતે કહ્યું કે, અમે સમજીએ છીએ કે આ એક રાજનીતિક ક્ષેત્ર છે. એક રાજનીતિક લડાઇ છે અને તમે તેને યોગ્ય મંચ પર લડો. તમે તમારી તમામ રાજનીતિક કવાયદ કરો, પરંતુ કૃપા કરીને જનતાને તેનાથી દુર રાખો. લોકોને કાર્યાલય જવા દો. વકીલોને કોર્ટમાં આવવા દો અને નિર્દોષોને માટે ચર્ચા કરવા દો. આટલી બધી જામીન, આગોતરા જામીનના મામલા લંબાયેલા છે અને તમે સમગ્ર પ્રક્રિયા જ અટકાવવા માંગો છો.
કોર્ટના તે આશ્વાસન પર કે સામાન્ય જનતા વિરોધથી પ્રભાવિત નહી હોય, ઘેરાવ અટકાવવામાં રાજ્યની અનિચ્છા અંગે વિરોધ વ્યક્ત કર્યો. ચીફ જસ્ટિસે રાજ્ય તરફથી રજુ થયેલા મહાધિવક્તા એસએન મુખર્જીને પુછ્યું કે, માની લો કે જો 2000 વ્યક્તિ કોઇ સ્થાનનો ઘેરાવ કરે છે તો તમે કઇ રીતે કહી શકો ત્યાની કોઇ પણ જનતા પ્રભાવિત નહી થાય.
હાઇકોર્ટે મુખ્યમંત્રી મમતા બેનર્જીની તે અપીલને પણ મહત્વ ન આપ્યું કે જેમાં બેનર્જીએ પાર્ટી કાર્યકર્તાઓને અપીલ કરી હતી કે ભાજપ નેતાઓના ઘરોથી 100 મીટર અંતર પર રહીને શાંતિપુર્ણ રીતે પ્રદર્શન કરે. કોર્ટે સ્પષ્ટ રીતે મહાધિવક્તાને સહ્યું કે, 4 ઓગસ્ટને ટીએમસીના પ્રસ્તાવિત વિરોધની અનુમતિ નથી આપી શકાઇ. ટીએમસીના નેતા અભિષેક બેનર્જીએ 4 ઓગસ્ટે રાજ્યના 341 ભાજપ નેતાઓના આવાસનો ઘેરાવ કરવાની યોજના બનાવી હતી, જે હવે શક્ય બને તેવી શક્યતા ઓછી લાગી રહી છે.
ADVERTISEMENT