મુંબઇ : શાળા-કોલેજોમાં બુરખાનો વિવાદ કર્ણાટકમાં જ કેન્દ્રીત હતો જો કે હવે તે ધીરે ધીરે બહાર પણ ફેલાઇ રહ્યો છે. કર્ણાટક બાદ હવે તે મુંબઇ પહોંચ્યો છે. સેન્ટ્રલ મુંબઇના ચેમ્બુરમાં એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં કેટલીક વિદ્યાર્થીનીઓ બુરખો પહેરીને કોલેજ પહોંચતા સિક્યોરિટી ગાર્ડ દ્વારા તેમને પ્રવેશવાનો ઇન્કાર કરી દીધો હતો. સિક્યોરિટી જવાને કહ્યું કે, યુનિફોર્મ પોલીસીમાં ફેરફાર થયો છે. આ અંગે તમામ વિદ્યાર્થીનીને પણ જાણ કરાઇ હતી. એન્ટ્રી ન મળતા વિદ્યાર્થીનીઓએ કોલેજની બહાર જ વિરોધ પ્રદર્શન શરૂ કર્યું હતું.
ADVERTISEMENT
ટાઇ પર પણ પ્રતિબંધ લગાવાયો
નવી યુનિફોર્મ નીતિમાં વિદ્યાર્થીઓને ટાઇ કે અન્ય સ્ટીકરના ઉપયોગ પર પ્રતિબંધ લાદ્યો છે. કોલેજના વહીવટી તંત્રનું કહેવું છે કે, નવી નીતિ લોકોની આર્થિક સ્થિતિ, જાતી, ધર્મ અને સામાજિક સ્થિતિને ધ્યાને લઇને લેવાયો છે. તમામ વિદ્યાર્થીઓ એક જ સમાન દેખાય તેવો અમારો પ્રયાસ છે. નવી નીતિ 1 ઓગસ્ટથી અમલવા લાવવામાં આવી છે. સુરક્ષા જવાન આ જ નીતિનું પાલન કરી રહ્યા છે.
વિદ્યાર્થીનીઓએ કોમ રૂમની માંગ કરી
વિદ્યાર્થીનીઓના અનુસાર કોલેજમાં ગર્લ્સ કોમન રુમ નથી. આ સ્થિતિમાં વિદ્યાર્થીનીઓ મુશ્કેલીમાં મુકાઇ ગઇ છે. તેઓ ઘરેથી કોલેજ સુધી બુરખો પહેરીને આવે છે અને પછી કોલેજમાં પ્રવેશ બાદ બુરખો ઉતારે છે. જો કે હિજાબ પહેરીને ક્લાસ રૂમમાં જવા માંગે છે. નવી પોલીસીમાં બુરખો ન પહેરવાનું કહેવાયું છે. હિજાબ અંગે સ્પષ્ટતા કરવામાં આવી નથી. કોલેજ તંત્રએ કહ્યું કે, 8 ઓગસ્ટ સુધી છુટછાટ અપાઇ છે. ત્યાર બાદ નિયમોનું પાલન વિદ્યાર્થીઓએ કરવાનું રહેશે.
ADVERTISEMENT