લખનઉ : યુપીની રાજધાની લખનઉમાં મંગળવારે સાંજે મોટી દુર્ઘટના બની હતી. વઝીર હસન રોડ પર પાંચ માળની ઇમારત ધરાશાયી થઇ હતી. દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. જ્યારે અનેક લોકો હજી પણ કાટમાળમાં દટાયેલા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. દુર્ઘટનાની માહિતી મળતા જ પોલીસ અને ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. રાહત અને બચાવ કામગીરી ચાલી રહી છે. ઘટનાને પગલે ડેપ્યુટી સીએમ બૃજેશ પાઠક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા.
ADVERTISEMENT
ડેપ્યુટી સીએમ બૃજેશ પાઠક તત્કાલ ઘટના સ્થળે પહોંચ્યા
ડેપ્યુટી સીએમ બૃજેશ પાઠકે જણાવ્યું કે, ત્રણ માળની ઇમારત અચાનક ધરાશાયી થઇ ગઇ છે. ઘટના સ્થળે NDRF પોલીસ અને ફાયરની ટીમો રાહત અને બચાવકામગીરી ચલાવી રહી છે. ઘટના સ્થળેથી ત્રણ લોકોના શબ મળી આવ્યા છે. જેમને હોસ્પિટલ ખાતે મોકલી અપાયા છે. દુર્ઘટના બાદ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ખાલી કરાવી દેવાયો છે. રેસક્યુ કામગીરી યુદ્ધના ધોરણે ચાલી રહી છે. હોસ્પિટલો સ્ટેન્ડબાય પર છે અને અહીં પણ મેડિકલ સ્ટાફ, એમ્બ્યુલન્સ અને સારવાર માટેના સંસાધનો હાજર રખાયા છે.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ઘટના અંગે સંજ્ઞાન લીધું
એક અધિકારીક નિવેદનમાં જણાવાયું કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ ઘટના અંગે સંજ્ઞાન લીધું છે. ઘટના પર એસડીઆરએફ અને એનડીઆરએફની ટીમો મોકલવા માટેના નિર્દેશો આપ્યા છે. ઉપરાંત સીએમ યોગીએ જિલ્લા વહીવટી તંત્રને ઘાયલોની ઉત્કૃષ્ટ સારવાર માટેની જવાબદારી સોંપી છે. ઘટના અંગે તપાસ રિપોર્ટ પણ માંગ્યા છે.
સપાના દિગ્ગજ નેતાનો પરિવાર પણ અંદર હતો
ડેપ્યુટી સીએમના અનુસાર નગર વિકાસ મંત્રી એકે શર્મા, સીએમ યોગીના સુચના સલાહકાર અવનીશ અવસ્થી સાથે મુખ્ય સચિવ પણ ઘટના સ્થળ પર હાજર છે. આ ઇમારતમાં 15 પરિવારો રહેતા હતા. સમાજવાદી પાર્ટીના પ્રવક્તા અને નેતા શાહિદ મંજૂરનો પરિવાર પણ આ બિલ્ડિંગમાં રહેતો હતો. આ બિલ્ડિંગ જ્યારે પડી ત્યારે સપા નેતા અબ્બાસ હૈદરના પિતા અને કોંગ્રેસ નેતા અમીર હૈદર અને તેમની પત્ની બિલ્ડિંગમાં હતા. આ ઘટનાને કારણે બાજુની બિલ્ડિંગને પણ અસર પડી છે. તેમાં પણ તિરાડો પડી જવાના કારણે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા છે.
ADVERTISEMENT