Danish Ali Suspension : BSP પ્રમુખ માયાવતીએ 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા મોટી કાર્યવાહી કરી છે.અમરોહાના સાંસદ દાનિશ અલીને પક્ષ વિરોધી નિવેદનબાજીના આરોપમાં BSPમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. માયાવતીના આદેશ બાદ BSPના રાષ્ટ્રીય મહાસચિવ સતીશ ચંદ્ર મિશ્રાએ એક પત્ર જારી કરીને આ અંગે માહિતી આપી હતી. સતીશ ચંદ્ર મિશ્રા દ્વારા દાનિશ અલીને મોકલવામાં આવેલા પત્રમાં કહેવામાં આવ્યું છે કે તમને ઘણી વખત મૌખિક રીતે કહેવામાં આવ્યું હતું કે તમે પાર્ટીની નીતિઓ, વિચારધારા અને અનુશાસન વિરુદ્ધની કાર્યવાહી કરી રહ્યા છો પરંતુ તેમ છતાં તેમણે આ પ્રકારનું કાર્ય શરૂ રાખ્યું. હવે પાર્ટીના હિતમાં તમને બહુજન સમાજ પાર્ટીના સભ્યપદેથી તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ADVERTISEMENT
પાર્ટીએ આ કારણે દાનિશ અલીને કર્યા સસ્પેન્ડ
પૂર્વ પીએમ દેવેગૌડાના કહેવા પર દાનિશ અલીને બસપામાં સામેલ કરવામાં આવ્યા હતા. તેમની વિનંતી પર જ દાનિશ અલીને BSP દ્વારા 2019ની સામાન્ય ચૂંટણીમાં અમરોહાથી ટિકિટ આપવામાં આવી હતી. બસપાની સદસ્યતા લેવાની સાથે દાનિશ અલીને પાર્ટીના નિયમો અને સૂચનાઓથી પણ વાકેફ કરવામાં આવ્યા હતા, પરંતુ આ પછી દાનિશ અલી સતત પાર્ટી વિરોધી ગતિવિધિઓમાં સામેલ થઈ રહ્યા હતા. જેને જોતા BSPએ શનિવારે દાનિશ અલીને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા.
સસ્પેન્ડ કર્યા બાદ દાનિશ અલીનું નિવેદન આવ્યું સામે
સસ્પેન્ડે થયા બાદ BSP નેતા દાનિશ અલીએ એક નિવેદન કહ્યું કે,મને હંમેશા બહેન (માયાવતી) તરફથી ખૂબ સમર્થન મળ્યું છે પરંતુ આજે તેમનો નિર્ણય દુર્ભાગ્યપૂર્ણ છે. મેં મારી બધી મહેનત અને સમર્પણ સાથે BSPને મજબૂત બનાવવાનો પ્રયાસ કર્યો અને ક્યારેય પાર્ટી વિરુદ્ધ કોઈ કામ કર્યું નથી. મેં ચોક્કસપણે ભાજપ સરકારની જનવિરોધી નીતિઓનો વિરોધ કર્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ. મેં થોડાક મૂડીવાદીઓની લૂંટ સામે મારો અવાજ ઉઠાવ્યો છે અને ભવિષ્યમાં પણ કરતો રહીશ, જો આમ કરવું ગુનો હોય તો મેં ગુનો કર્યો છે અને તેની સજા ભોગવવા હું તૈયાર છું.”
ADVERTISEMENT