Mayawati’s big announcement : BSPની બેઠકમાં માયાવતીએ ભત્રીજાને બનાવ્યો ઉત્તરાધિકારી, આકાશ આનંદને સોંપ્યો વારસો

Mayawati has announced Akash Anand as her successor : બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય કર્યો છે. સૂત્રોના…

gujarattak
follow google news

Mayawati has announced Akash Anand as her successor : બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીએ આજે લખનઉમાં યોજાયેલી પાર્ટીની બેઠકમાં મોટો નિર્ણય કર્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, BSPની આ બેઠક દરમિયાન માયાવતીએ બધાની સામે જાહેરાત કરી હતી કે BSPમાં તેમના ઉત્તરાધિકારી તરીકે તેમનો ભત્રીજો આકાશ આનંદ જવાબદારી સંભાળશે. આ બેઠકમાં માયાવતીએ પાર્ટીના તમામ રાષ્ટ્રીય અધિકારીઓ અને હવે રાજ્યોના મુખ્ય અધિકારીઓને બોલાવ્યા છે.

#WATCH | Lucknow, Uttar Pradesh | Bahujan Samaj Party (BSP) leader Udayveer Singh says, "BSP chief Mayawati has announced Akash Anand (Mayawati's nephew) as her successor…" pic.twitter.com/nT1jmAMI29

— ANI (@ANI) December 10, 2023

કોણ છે આકાશ આનંદ?

આકાશ આનંદે લંડનથી MBAનો અભ્યાસ કર્યો છે. રાજનીતિમાં તેમની એન્ટ્રી વર્ષ 2017માં થઈ હતી, જ્યારે તેઓ સહારનપુરની રેલીમાં પહેલીવાર માયાવતી સાથે સ્ટેજ પર જોવા મળ્યા હતા. આકાશ હાલમાં પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક પણ છે. આકાશ આનંદની રાજકીય સફરની વાત કરીએ તો તેણે વર્ષ 2017માં રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. માયાવતીએ 2017માં એક મોટી રેલી કરીને આકાશ આનંદને રાજકારણમાં ઉતાર્યો હતો.

શા માટે આકાશ આનંદને સોંપવામાં આવી જવાબદારી ?

માયાવતીએ તેમના ભત્રીજાને તેમના ઉત્તરાધિકારી તરીકે જાહેર કરતાં જ આકાશ આનંદની સંગઠનાત્મક ક્ષમતાને લઈને રાજકીય વર્તુળોમાં નવી ચર્ચા શરૂ થાય તેવી પૂરી શક્યતાઓ છે. હવે પ્રશ્નએ થાય છે કે શા માટે BSPએ અનુભવી નેતાઓને અવગણીને યુવાન ચહેરા પર દાવ લગાવ્યો? આ અંગે હજુ સુધી કોઈ રાજકીય પ્રતિક્રિયા આવી નથી. પરંતુ તેની પાછળનો ઈરાદો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે કે માયાવતી આકાશ આનંદને ભવિષ્યની રાજનીતિ માટે પ્રેક્ટિસ મેચની જેમ તૈયાર કરવા માંગે છે, જેથી તેમને ચૂંટણીની રણનીતિ, ટિકિટ ફાળવણી, ચૂંટણી પ્રચાર અને અન્ય પાસાઓનો અનુભવ મળી શકે.

    follow whatsapp