યુવાનો માટે ખુશખબર : ધો.10-12 પાસ માટે BSFમાં મોટી ભરતી, આવી રીતે કરી શકશો અરજી

સેનામાં જોડાવા ઉત્સુક યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. BSFના કે વાટર વિંગમાં ગ્રુપ બી અને સી કેટેગરીના પદો પર ભરતી બહાર પડી છે.

BSF Bharti 2024

BSF Bharti 2024

follow google news

BSF Bharti 2024 : સેનામાં જોડાવા ઉત્સુક યુવાનો માટે ખુશીના સમાચાર આવ્યા છે. BSFના કે વાટર વિંગમાં ગ્રુપ બી અને સી કેટેગરીના પદો પર ભરતી બહાર પડી છે. જે હેઠળ એન્જિન ડ્રાઇવર, વર્કશોપ અને ક્રૂ સહિત અલગ અલગ કેટેગરીમાં SIથી લઈને કોન્સ્ટેબલ અને હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી કરાશે. નોટિફિકેશન અનુસાર, આ ભરતી માટે ઓનલાઇન અરજી 2 જૂનથી શરૂ થઈ છે. અરજી કરવાની અંતિમ તિથિ 1 જુલાઈ 2024 છે. અરજી BSFની વેબસાઇટ rectt.bsf.gov.in પર જઈને કરી શકાશે.

આ ભરતી દ્વારા BSFમાં SI માસ્ટર, SI એન્જિન ડ્રાઇવર, હેડ કોન્સ્ટેબલ માસ્ટર, હેડ કોન્સ્ટેબલ એન્જિન ડ્રાઇવર, હેડ કોન્સ્ટેબલ વર્કશૉપ અને કોન્સ્ટેબલ ક્રૂના પદો પર નિમણૂંક થશે. જેમાં 10 ટકા વેકેન્સી એક્સ સર્વિસમેન માટે રિઝર્વ છે. આ સાથે ઉમેદવારની લઘુત્તમ વય 20/22 થી વધુ અને મહત્તમ વય 22/25 વર્ષથી વધુ ન હોવી જોઈએ. પાત્રતા વિશે વિગતવાર માહિતી માટે તમે સૂચના જોઈ શકો છો.

શૈક્ષણિક લાયકાત કેટલી હોવી જરૂરી?

  • SI માસ્ટર : 12 પાસ હોવાની સાથે સેન્ટ્રલ/સ્ટેટ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી/મર્સેટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર સેકન્ડ ક્લાસ માસ્ટર સર્ટિફિકેટ.
  • SI એન્જિન ડ્રાઇવર : 12 પાસ હોવું જરૂરી. સાથે સેન્ટ્રલ/સ્ટેટ ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી/મર્સેટાઇલ મરીન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર ફર્સ્ટ ક્લાસ માસ્ટર સર્ટિફિકેટ.
  • હેડ કોન્સ્ટેબલ માસ્ટર : 10 પાસ હોવાની સાથે સારંગ સર્ટિફિકેટ.
  • હેડ કોન્સ્ટેબલ એન્જિન ડ્રાઇવર : 10 પાસ હોવાની સાથે સેકન્ડ ક્લાસ એન્જિન ડ્રાઇવર સર્ટિફિકેટ.
  • હેડ કોન્સ્ટેબલ વર્કશૉપ : 10 પાસ હોવાની સાથે મોટર મિકેનિક, ઇલેક્ટ્રિશિયન, એસી ટેક્નીશિયન, ઇલેક્ટ્રોનિક્સ, મશીનિસ્ટ, કારપેન્ટરી અને પ્લંબિંગ સહિતમાં કોઈમાં આઈટીઆઈ ડિપ્લોમા કરેલું હોવું જોઈએ.
  • કોન્સ્ટેબલ ક્રૂ : 10 પાસ હોવાની સાથે 265 હોર્સ પાવરથી ઓછાની બોટ ઓપરેશનનો અનુભવ. સાથે જ ઉંડા પાણીમાં વગર કોઈ આસિસ્ટન્ટ તરવાનો અનુભવ હોવો જોઈએ.

કેટલી મળશે સેલેરી?

  • SI માસ્ટર અને SI એન્જિન ડ્રાઇવર : 35,400-1,12,400 રૂપિયા (લેવલ-6)
  • હેડ કોન્સ્ટેબલ માસ્ટર અને એન્જિન ડ્રાઇવર, વર્કશૉપ : 25,500-81,100 (લેવલ-4)
  • કોન્સ્ટેબલ ક્રૂ : 21,000-69,000 (લેવલ-3)

કેવી રીતે કરી શકશો અરજી ?

1) અરજી કરવા માટે સૌથી પહેલા ઓફિશિયલ વેબસાઇટ rectt.bsf.gov.in પર જાઓ.
2) વેબસાઇટના હોમ પેજ પર ભરતી સંબંધિત Apply Here લિંક પર ક્લિક કરો.
3) હવે અહીં સ્ટેપ બાય સ્ટેપ તમામ માહિતી ભરીને અરજી પ્રક્રિયા પૂર્ણ કરો.
4) છેલ્લે ઉમેદવારે નિયત ફી જમા કરવી અને ફોર્મની પ્રિન્ટ આઉટ લેવી.
5) BSF Recruitment 2024 Online Form - ડાયરેક્ટ લિંક
6) નોટિફિકેશન ડાઉનલોડ કરવા માટે અહીં ક્લિક કરો.

અરજી ફી વિશે જાણો

આ ભરતીમાં જોડાવા માટે જનરલ, OBC, EWS (ગ્રુપ B) ઉમેદવારોએ રૂ. 200 જમા કરાવવાના રહેશે. જનરલ, OBC, EWS (ગ્રુપ C) કેટેગરીના ઉમેદવારોએ રૂ. 100 જમા કરાવવાના રહેશે. SC, ST અને ESM શ્રેણીમાંથી આવતા ઉમેદવારો આ ભરતીમાં જોડાવા માટે મફતમાં અરજી કરી શકે છે.

    follow whatsapp