- 600 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો મામલો
- ગુજરાતના જૂનાગઢનો છે રહેવાસી
- 1 કરોડની લાલચમાં દત્તક બાળકની હત્યા કરાવી
Indian Origin Couple Jailed: ભારતીય મૂળના બ્રિટિશ દંપતીને ઓસ્ટ્રેલિયન કોર્ટે ડ્રગની દાણચોરી બદલ 33 વર્ષની જેલની સજા ફટકારી છે. આ એ જ દંપતી છે જેના પર ગુજરાતમાં તેમના દત્તક પુત્રની હત્યા કરવાનો આરોપ છે. ભારતે બ્રિટન પાસે દંપતીના પ્રત્યાર્પણની પણ માંગ કરી હતી. હવે ઓસ્ટ્રેલિયાની કોર્ટે પણ તેમને દોષિત જાહેર કર્યા છે.
ADVERTISEMENT
600 કરોડના ડ્રગ્સની હેરાફેરીનો મામલો
વર્ષોથી લંડનમાં રહેતા ભારતીય મૂળનાં દંપતીને 600 કરોડના ડ્રગ્સની હેરાફેરી કરવા મામલે બ્રિટનની એક કોર્ટે 33 વર્ષની સજા ફટકારી છે. બંનેને ઈંગ્લેન્ડથી ઓસ્ટ્રેલિયામાં 57 મિલિયન પાઉન્ડ (રૂ.600 કરોડ)ના ડ્રગ્સની દાણચોરી માટે દોષિત ઠેરવવામાં આવ્યાં છે.
મુદ્દાની વાત તો એ છે કે આ કપલ પર વર્ષ 2017માં ગુજરાતમાં ડબલ મર્ડરનો આરોપ છે. ભારત તરફથી અનેકવાર રજૂઆતો કરવા છતાં બ્રિટન કોર્ટે તેમને પ્રત્યાર્પણ કરવાનો ઇનકાર કર્યો હતો. આરોપીઓની ઓળખ આરતી ધીર અને કવલજીત સિંહ રાયજાદા તરીકે થઈ છે. આરતીની ઉંમર 59 વર્ષની હોવાનું કહેવાય છે, જ્યારે કવલજીતની ઉંમર 35 વર્ષ છે.
રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, ઑસ્ટ્રેલિયન બોર્ડર ફોર્સે મે 2021માં સિડની ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી છ ટૂલબોક્સ જપ્ત કર્યા હતા. ટૂલબોક્સ યુકેથી ઓસ્ટ્રેલિયા પહોંચ્યું હતું. તેમાંથી ટીમે 57 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજે 600 કરોડની કિંમતનું કોકેન રિકવર કર્યું હતું.
આ પછી જ્યારે નેશનલ ક્રાઈમ એજન્સી (NCA) એ તપાસ શરૂ કરી તો રાયજાદા અને ધીરના નામ સામે આવ્યા. NCAના નિવેદન અનુસાર, ટૂલબોક્સમાં 514 કિલો કોકેન જપ્ત કરવામાં આવ્યું છે. ઓસ્ટ્રેલિયામાં કોકેઈનની કિંમત બ્રિટન કરતાં ઘણી વધારે છે. જથ્થાબંધ રીતે, બ્રિટનમાં એક કિલો કોકેઈનની કિંમત 26 હજાર પાઉન્ડ છે, જ્યારે ઓસ્ટ્રેલિયામાં એક કિલો કોકેઈનની કિંમત 1,10,000 પાઉન્ડ છે.
ગુજરાતના જૂનાગઢનો છે રહેવાસી
જો આ દંપત્તિની વાત કરવામાં આવે તો બ્રિટિશ ભારતીય આરતી ધીર નૈરોબીમાં જન્મેલી અને તેનો પરિવાર પંજાબના ગુરદાસપુરનો છે. જ્યારે તેના પતિની વાત કરવામાં આવે તો કવલજિત સિંહ ગુજરાતના જૂનાગઢના કેશોદનો રહેવાસી છે. આ બંને ભારતીય નાગરિક યુકેના હેનવેલ રહે છે. આ બન્ને કપલે ગુજરાતમાં એક માસ્ટર પ્લાન રચ્યો, જેમાં તેમણે એક ગોપાલ સેજાણી નામના બાળકને દત્તક લીધો હતો.
બાળકને દત્તક લીધા બાદ તેને લંડન લઈ જવાનો તેના પિતા સાથે વાયદો કર્યો હતો. ત્યારબાદ તેના નામે 1 કરોડનો વીમા પોલિસી કરાવી હતી અને એ જ વીમા પોલિસી પકવવાની લાલચે દત્તક લીધેલા ગોપાલનું અપહરણ કરવા લંડનમાં બેઠા બેઠા બે શખસને 5 લાખ રૂપિયાની સોપારી આપી હતી.આ રીતે દત્તક લીધા પુત્રની હત્યાનો પ્લાન કરવામાં આવ્યો હતો.
વાઈફલાય ફ્રેઈટ સર્વિસ નામની બંને કંપની ચાલવા હતા
NCAની તપાસમાં જાણવા મળ્યું છે કે આ બંનેએ કન્સાઈનમેન્ટની દાણચોરી માટે વાઈફલાય ફ્રેઈટ સર્વિસ નામની કંપની સ્થાપી હતી. કંપનીની રચના જૂન 2015માં થઈ હતી. બંને આરોપીઓ કંપનીની રચના થઈ ત્યારથી અલગ-અલગ સમયે તેના ડિરેક્ટર હતા. જપ્ત કરાયેલા ટૂલબોક્સના પ્લાસ્ટિક રેપિંગ પર રાયઝાદાના ફિંગરપ્રિન્ટ્સ મળી આવ્યા હતા. ટૂલબોક્સના ઓર્ડરની રસીદ કપલના ઘરેથી મળી આવી છે.
ADVERTISEMENT