બિહાર: બિહારના સમસ્તીપુર જિલ્લામાં વરરાજાની કારમાંથી રસ્તાની વચ્ચે નીચે ઉતરીને દુલ્હને અપહરણ થયાની બુમો પાડી હતી. દુલ્હનના અવાજને કારણે રોડ પર હાઈવોલ્ટેજ હંગામો શરૂ થઈ ગયો હતો. અપહરણની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. આ દરમિયાન દુલ્હનનો હાઈવોલ્ટેજ ડ્રામા લાંબા સમય સુધી ચાલતો રહ્યો. આ પછી દુલ્હન વરરાજાને મૂકીને બાઇક પર ભાગી ગઈ હતી.
ADVERTISEMENT
લગ્ન બાદ જાનની વિદાય થઈ હતી
મળતી માહિતી મુજબ, આ મામલો સમસ્તીપુર રોસડા મુખ્ય માર્ગ સાથે સંબંધિત છે. ગઈકાલે રાત્રે બેજાડીહ લગુનિયાથી એક જાન અંગારઘાટના દિહુલી ગામમાં ગઈ હતી. અહીં વર-કન્યાના લગ્ન રીત-રિવાજ પ્રમાણે થયા હતા અને સવારે વરરાજાને વિદાય કરીને વરરાજા પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. જ્યારે વરરાજાની કાર સમસ્તીપુર-રોસડા રોડ પરથી પસાર થઈ રહી હતી ત્યારે દુલ્હને તેની સાથે જઈ રહેલા નાના ભાઈને ઉલટી થતી હોવાનું કરીને કારને રોકાવી હતી.
કન્યાએ રસ્તા વચ્ચે અપહરણની બુમો પાડી
આ પછી, કન્યા કારમાંથી નીચે ઉતરી અને રસ્તાની વચ્ચે પોતાનું અપહરણ થયું હોવાની બુમો પાડવા લાગી. વર પક્ષના લોકો આ જોઈને આશ્ચર્યચકિત થઈ ગયા. અવાજ સાંભળીને મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. લાંબા સમય સુધી રોડ પર હાઈવોલ્ટેજ ડ્રામા ચાલુ રહ્યો હતો.
વરરાજા ખાલી હાથે પાછા ફર્યા
આ પછી દુલ્હન તેના નાના ભાઈ સાથે બાઇક પર બેસી ગઈ અને વરને છોડીને ભાગી ગઈ. કન્યાએ કહ્યું કે, તેના નાના ભાઈને ઉલ્ટી થઈ રહી છે. વરરાજા પાસેથી મોબાઈલ માંગ્યો, પરંતુ તેણે આપ્યો નહીં. બીજી તરફ આ બાબતે વરરાજાએ જણાવ્યું કે, દુલ્હને તેને કહ્યું હતું કે નાના ભાઈને ઉલ્ટી થઈ રહી છે તેથી મેં કાર રોકી હતી. આ પછી તેણે તેના પર અપહરણનો આરોપ લગાવવાનું શરૂ કર્યું. આ ઘટના બાદ વરરાજા દુલ્હન વગર પોતાના ઘરે પરત ફર્યા હતા. જ્યારે દુલ્હન તેના મામાના ઘરે પહોંચી ગઈ છે. આ મામલો ઘણો ચર્ચામાં છે.
ADVERTISEMENT