BRICS Business Forum માં ભાગ લેવા PM મોદી દક્ષિણ આફ્રિકાના જોહાન્સબર્ગમાં પહોંચ્યા છે. બ્રિક્સ બિઝનેસ ફોરમ લીડર્સ ડાયલોગમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજ ભારત વિશ્વની સૌથી ઝડપથી વધી રહેલી અર્થવ્યવસ્થા છે. ટુંક જ સમયમાં ભારત 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બની જશે. તેમણે કહ્યું કે, ભારત પાસે વિશ્વનું ત્રીજા નંબરની સૌથી મોટી સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ છે, 100 થી વધારે યૂનિકોર્ન છે.
ADVERTISEMENT
BRICS એ અમારી ખુબ જ આર્થિક મદદ કરી
પીએમએ કહ્યું કે, બ્રિક્સ બિઝનેસ કાઉન્સિલે દસ વર્ષમાં અમારો આર્થિક સહયોગ વધારવામાં ખુબ જ મહત્વપુર્ણ ભુમિકા અદા કરી છે. તેમણે કહ્યું કે, 2009 માં જ્યારે બ્રિક્સની પહેલી સમિટ આયોજિત થઇ તો વિશ્વના મોટા આર્થિક સંકટથી બહાર આવી રહ્યું છે. આ દરમિયાન બ્રિક્સ વૈશ્વિક અર્થવ્યવસ્થા માટે આશાના કિરણ તરીકે ઉભર્યું છે.
કોવિડ મહામારીના વિશાળ પડકાર છતા અમે ઉભર્યા
કોવિડની મહામારી, તણાવ અને વિવાદવ ચ્ચે વિશ્વ આર્થિક પડકારોથી પસાર થઇ રહ્યું છે. એવા સમયે બ્રિક્સ દેશોની એક મહત્વપુર્ણ ભુમિકા છે. વૈશ્વિક અર્થવ્યવસ્થામાં ઉથલ પાથલ બાદ પણ ભારત આજે વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે. અમે ઝડપથી 5 ટ્રિલિયન ડોલરની અર્થવ્યવસ્થા બનવા જઇ રહ્યા છીએ.
INDIA આગામી વર્ષોમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન બની રહ્યું છે
પીએમ મોદીએ કહ્યું કે, તે બાબતે કોઇ શંકા નથી કે આગામી વર્ષોમાં ભારત વિશ્વનું ગ્રોથ એન્જિન હશે કારણ કે અમે દુર્ઘટનાઓ અને મુશ્કેલીના સમયમાં આર્થિક સુધારના અવસરમાં પરિવર્તિત કર્યું છે. ગત્ત થોડા વર્ષોમાં અમે મિશન મોડમાં જે ફેરફાર કર્યા છે, તેમાં ઇજ ઓફ ડૂઇંગ બિઝનેસમાં વધારો થયો છે. અમે રેડ ટેપને હટાવીને રેડ કાર્પેટ બિછાવી છે.
પીએમ મોદી શું બોલ્યા?
પીએમ મોદીએ કહ્યું કે, ભારતમાં કરોડો લોકોને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (DBT) કરવામાં આવે છે. અત્યાર સુધી 360 બિલિયન ડોલર કરતા પણ વધારે એવા ટ્રાન્સફર કરવામાં આવી ચુક્યા છે. તેનાથી પારદર્શિતા વધી અને ભ્રષ્ટાચાર ઘટ્યો છે.
પીએમ મોદીનું સ્વાગત થયું
દક્ષિણ આફ્રિકાના રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાના નિમંત્રણ પર પીએમ મોદી મંગળવારે જોહાન્સબર્ગ પહોંચ્યા હતા. અહીં પીએમ મોદી બ્રિક્સ સમ્મેલનમાં ભાગ લેશે. આફ્રીકા 2019 બાદ બ્રિક્સ દેશ (બ્રાજીલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકા) ના પહેલા પ્રત્યક્ષ સમ્મેલનની મેજબાની કરી રહ્યા છે.
પીએમ મોદીનું BAPS દ્વારા કરાયું ભવ્ય સ્વાગત
પીએમ મોદીના એરપોર્ટ પહોંચવા પર તેમનું જોરદાર સ્વાગત કરવામાં આવ્યું. પ્રિટોરિયા હિંદુ સેવા સમાજના કાર્યકર્તાઓ અને બીએપીએસ સ્વામીનારાયણ સંસ્થાના સ્થાનિક એકમ સહિત ભારતીય સમુદાયના લોકોએ વડાપ્રધાન મોદીની આગેવાની કરી હતી.
પીએમ મોદીએ X પર ટ્વીટ કરી આભાર વ્યક્ત કર્યો
હાથમાં ભારતીય ધ્વજ અને સંગીત વાદ્યયંત્ર માટે ભારતીય સમુદાયના સભ્યોએ વડાપ્રધાન હોટલ પહોંચવા પર સ્વાગત કર્યું અને વંદે માતરમ તથા ભારત માતા કી જયના નારા લાગ્યા હતા. પીએમ મોદીએ ભારતીય સમુદાયનો પણ ટ્વીટ કરીને આભાર વ્યક્ત કર્યો હતો. X પર તેમણે લખ્યું કે, જોહાન્સબર્ગમાં વિશેષ સ્વાગત કરવા માટે દક્ષિણ આફ્રીકાના ભારતીય સમુદાયનો ખુબ ખુબ આભાર.
ADVERTISEMENT