અમદાવાદ: જ્યારથી ગૂગલ સર્વિસ શરૂ થઈ છે ત્યારથી દુનિયાનું કામ ઘણું સરળ થઈ ગયું છે. જો કોઈ વ્યક્તિ કંઈપણ શોધવા માંગે છે, તો તેને સૌથી પહેલા ગૂગલ યાદ આવે છે. અબજો લોકો દરરોજ Google પર સર્ચ કરે છે. પરંતુ જ્યારે વિશ્વભરના લોકો એક જ સમયે એક જ વસ્તુ શોધવાનું શરૂ કરે છે, ત્યારે રેકોર્ડ્સ સર્જાતા રહે છે. રવિવારની સાંજે પણ આવું જ થયું. રવિવારે દુનિયાભરના લોકો વિશ્વ ફિફા વર્લ્ડ કપ 2022 વિશે સર્ચ કરી રહ્યું હતું. FIFAWorldCup શબ્દને સર્ચ કરવામાં રેકોટ તૂટયો છે.
ADVERTISEMENT
કતારમાં આયોજિત ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઇનલ મેચમાં આર્જેન્ટિનાની ટીમ પેનલ્ટી શૂટઆઉટમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ફ્રાંસને 4-2થી હરાવીને વર્લ્ડ ચેમ્પિયન બની. આર્જેન્ટિના લગભગ 36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું. આ મેચ સાથે જ ફૂટબોલની દુનિયાના અનેક રેકોર્ડ તૂટ્યા. પણ સૌથી દિલચસ્પ અને ચોંકાવનારી વાતે એ હતી કે FIFA વર્લ્ડ કપ 2022 ની ફાઈનલને કારણે ફુટબોલની દુનિયાની બહારનો પણ એક રેકોર્ડ તૂટ્યો. આ રેકોડ હતો ગુગલ સર્ચનો રેકોર્ડ.
આ મામલે ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ કરેલા ટ્વીટમાં લખ્યું છે કે ફિફા વર્લ્ડ કપ 2022ની ફાઈનલ દરમિયાન ગુગલમાં થયેલા સર્ચે છેલ્લા 25 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ સમયગાળા દરમિયાન મહત્તમ ટ્રાફિક નોંધાયો હતો. એવું લાગતું હતું કે આખું વિશ્વ એક જ વસ્તુ શોધી રહ્યું હતું અને તે વસ્તુ હતી ફિફા વર્લ્ડ કપના વિજેતાની શોધ.
પહેલા કરેલા ટ્વિટમાં સુંદર પિચાઈએ લખ્યું હતું કે અત્યાર સુધીની શ્રેષ્ઠ રમતોમાંથી એક આર્જેન્ટિના અને ફ્રાન્સ વચ્ચેની શ્રેષ્ઠ મેચ છે. મેસ્સીથી વધુ કોઈ તેને લાયક નથી. તે અમુક અંશે સાચું છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં આખી દુનિયાને સૌથી અદભૂત ફિનાલે જોવા મળી. પ્રથમ હાફમાં આર્જેન્ટિનાએ બે ગોલ કર્યા હતા અને ફ્રાન્સની ટીમ પાછળ હતી. પરંતુ ત્યાર બાદ બીજા હાફમાં ફ્રાન્સે બે મિનિટમાં બે ગોલ કરીને મેચને બરાબરી પર લાવી દીધી હતી. એકતરફી દેખાતી મેચ વધુ રસપ્રદ બની હતી.
ADVERTISEMENT