Terrorist Attack In Jammu And Kashmir : જમ્મુ-કાશ્મીરના પૂંછમાં ફરી એક વખત આતંકી હુમલો થયો છે. મળતી જાણકારી અનુસાર, આતંકવાદીઓએ સેનાના વાહન પર ગોળીબાર કર્યો હતો. ઘટના બાદ સુરક્ષાદળોએ સમગ્ર વિસ્તારને ઘેરી લીધો હતો અને સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. થોડા દિવસો પહેલા પણ આ રીતે એક હુમલો થયો હતો જેમાં સેનાના ચારJammu And Kashmir, Jammu-Kashmir, Terrorist attack in Jammu and Kashmir, Poonch Sector જવાન શહીદ થયા હતા.
ADVERTISEMENT
અગાઉ સેનાના 4 જવાન શહીદ થયા હતા
અગાઉ 21 ડિસેમ્બર 2023ના રોજ મોટો આતંકી હુમલો થયો હતો. આ હુમલો રાજૌરીમાં થયો હતો, જેમાં સેનાના 4 જવાન શહીદ થયા હતા, જ્યારે ત્રણ જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ કહ્યું હતું કે આતંકવાદીઓએ સેનાના બે વાહનો પર હુમલો કર્યો હતો. ભારે હથિયારોથી સજ્જ આતંકવાદીઓએ સેનાના વાહનો પર હુમલો કર્યો હતો. જમ્મુ સ્થિત ડિફેન્સ પીઆરઓ લેફ્ટનન્ટ કર્નલ સુનિલ બરટવાલે કહ્યું હતું કે, આતંકવાદીઓની હાજરી વિશે મજબૂત બાતમી’ના આધારે, થાનામંડી-સુરનકોટ વિસ્તારના ધેરા કી ગલીના સામાન્ય વિસ્તારમાં એક સંયુક્ત સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.
ADVERTISEMENT