અમદાવાદ: મોદી અટક પર વિવાદિત ટિપ્પણી કરવા માટે સુરતની સેશન્સ કોર્ટે ગઈકાલે તેમને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટે કોંગ્રેસ નેતાને 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ ફટકાર્યો હતો. ત્યારે હવે રાહુલ ગાંધીને વધુ એક મોટો ઝટકો લાગ્યો છો. રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા રદ કરવામાં આવી છે. એવામાં હવે રાહુલ ગાંધીની સંસદની સદસ્યતા રદ થઈ ગઈ છે. રાહુલ ગાંધી વાયનાડથી લોકસભાના સાંસદ છે.
ADVERTISEMENT
વાસ્તવમાં, જનપ્રતિનિધિત્વ અધિનિયમ મુજબ, જો સાંસદો અને ધારાસભ્યોને કોઈ પણ સંજોગોમાં 2 વર્ષથી વધુની સજા થઈ હોય, તો તેમનું સભ્યપદ (સંસદ અને વિધાનસભામાંથી) રદ કરવામાં આવશે. એટલું જ નહીં, સજાનો સમયગાળો પૂરો કર્યા બાદ તેઓ છ વર્ષ સુધી ચૂંટણી લડવા માટે પણ અયોગ્ય છે.
સુરતની કોર્ટે 2 વર્ષની સજા કરી હતી
મોદી સમાજ પર આપત્તિજનક ટિપ્પણીને લઈને રાહુલ ગાંધી વિરુદ્ધ ચાલી રહેલા માનહાનિના મામલામાં સુરત સેશન્સ કોર્ટે તેમને દોષિત જાહેર કર્યા હતા. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને IPCની કલમ 499 અને 504 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા હતા. કોર્ટ દ્વારા રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી છે સાથે જ રૂ.15 હજારનો દંડ ફટકાર્યો હતો. તો બીજી તરફ રાહુલ ગાંધીને આ કેસમાં રૂ.10 હજારના બોન્ડ પર જામીન અપાયા હતા.
2019માં રાહુલ ગાંધીએ આપ્યું હતું વિવાદિત નિવેદન
13 એપ્રિલ, 2019 ના રોજ, કર્ણાટકમાં એક ચૂંટણી રેલીમાં, રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, નીરવ મોદી, લલિત મોદી, નરેન્દ્ર મોદી, બધાની સરનેમ કોમન છે. બધા ચોરની અટક મોદી કેમ છે? રાહુલ ગાંધીની સાથે કોર્ટે વધુ બે સાક્ષીઓ કર્ણાટકના કોલારમાં તત્કાલીન રિટર્નિંગ ઓફિસર અને ચૂંટણી પંચના વીડિયો રેકોર્ડર, જેમણે ભાષણ રેકોર્ડ કર્યું તેમના નિવેદનો રેકોર્ડ કર્યા. જે બાદ હવે રાહુલ ગાંધીની ઉલટ તપાસ કરવામાં આવી હતી.
કોર્ટે શું કહ્યું હતું?
વાસ્તવમાં, કોંગ્રેસના નેતા રાહુલ ગાંંધીને ‘મોદી અટક’ ધરાવતા લોકો પર નિવેદન માટે માનહાનિના કેસમાં સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા હતા. રાહુલ ગાંધીએ કર્ણાટકમાં 2019ની લોકસભા ચૂંટણી પહેલા આ નિવેદન આપ્યું હતું. કોર્ટે રાહુલને રૂ. 10,000ના અંગત બોન્ડ પર જામીન આપતાં 30 દિવસ માટે સજા સસ્પેન્ડ કરી હતી. આ દરમિયાન રાહુલ ગાંધી સજાને ઉપલી કોર્ટમાં પડકારી શકે છે. કોર્ટે તેના 170 પાનાના નિર્ણયમાં કહ્યું છે કે આરોપીઓ પોતે સાંસદ (સંસદના સભ્યો) છે અને સુપ્રીમ કોર્ટની સલાહ બાદ પણ આચારમાં કોઈ ફેરફાર થયો નથી.
ADVERTISEMENT